Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

દિલ્‍હી, જમ્‍મુ કાશ્‍મીર, ઉત્તરપ્રદશે સહિત ૧૩ રાજયોમાં ભારે વરસાદની ચેતવણીના પગલે NDRFની ટીમો હાઇઅેલર્ટમાં

નવી દિલ્હી : દિલ્‍હી, જમ્‍મુ કાશ્‍મીર, ઉત્તરપ્રદશે સહિત ૧૩ રાજયોમાં હવામાનની ચેતવણીના પગલે NDRFની ટીમો હાઇઅેલર્ટ ઉપર મુકાય છે.

એનડીઆરએફની તરફથી શનિવારે જણાવવામાં આવ્યું કે આ રાજ્યોમાં વરસાદ દરમિયાન કોઇ પણ પરિસ્થિતીને પહોંચી વળવા સક્ષમ અને ખાસ પ્રશિક્ષણ પ્રાપ્ત રાહત અને બચાવ કર્મચારીઓની આ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.  જેમાં સૌથી વધારે અસમમાં 12 ટીમો બિહારમાં સાત, ગુજરાત, જમ્મુ કાશ્મીર અને ઉતરાખંડમાં ચાર - ચાર તથા અરૂણાચલ પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 3-3 ટીમો મોકલવામાં આવી છે. દિલ્હી અને પંજાબમાં બે બે અને ઉત્તરપ્રદેશ હિમાચલ, સિક્કિમ અને ત્રિપુરામાં 1-1 ટીમ મોકલવામાં આવી છે. એનડીઆરએફની આ ટીમોમાં અસમ સહિત અન્ય રાજ્યોમાં પુરની આશંકા વાળા વિસ્તારમાંથી અત્યાર સુધી 13,550 લોકોને સુરક્ષીત સ્થળો પર મોકલી દેવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સ્થાનિક તંત્ર સાથે મળીને શાળા તથા અન્ય સ્થળો પર પુરી પરિસ્થિતીને પહોંચી વળવા માટે નાગરિકોમાં જાગૃતતા લાવવા માટેનું અભિયાન ચલાવાઇ રહ્યું છે.  ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે શનિવારે 9 જુલાઇ સુધીમાં કોંકણ અને ગોમાં કેટલાક સ્થળો પર મુશળધાર વરસાદ થવાની ચેતવણી પણ ઇશ્યું કરી છે. જ્યારે મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, મરાઠવાડા, તેલંગાણા, કર્ણાટકનાં કિનારાનાં પ્રદેશોનાં અંદરનાં વિસ્તારો અને પુર્વોત્તરનાં તમામ રાજ્યોમાં વરસાદની ચેતવણી ઇશ્યું કરી છે.

હવામાન વિભાગે તમિલનાડુ, રાયલસીમા, આંધ્રના કિનારાના પ્રદેશો, તેલંગાણા અને કર્ણાટકમાં કેટલાક સ્થળો પર તોફાન અને તોફાની પવનો સાથે આજ બપોર બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે.

(12:08 am IST)
  • દક્ષિણ ગુજરાતમાં દરિયાઇ પટ્ટામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે દરિયાકાંઠે વસતા માછીવારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચન કરાયું છે. ભારે આગાહી વચ્ચે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે વરસાદી માહોલ વચ્ચે વલસાડ અને વાપી સહિતાના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે તોફાની વરસાદ શરૂ થયો હતો. બીજી તરફ અમેરલીના દામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત એક કલાક ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વલસાડમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે શનિવારે સાંજે ઘપમપુરમાં ત્રણ ઇંચ વરસાદ હતો. તો સુરતમાં ત્રણ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હોવાની માહિતી મળી હતી. આ સાથે આસપાસના વિસ્તારોમાં 1થી 2 ઇંચ વરસાદ પડ્યો હોવાની માહિતી મળી રહી છે. access_time 1:20 am IST

  • ગાંધીનગર: યુવા ત્રિપુટી સામે દારૂ રેડ અંગે નોંધાયેલ ફરિયાદ અંગે ઘટસ્ફોટ : પ્રવીણ ભરવાડ નામના શખ્સે મૂકી હતી દારૂની પોટલીઓ : મકાન માલિક કંચનબા મકવાણાએ પોલીસ ને આપેલ નિવેદનમાં ઘટસ્ફોટ : પ્રવીણ ભરવાડ મુકેશ ભરવાડ ચેતન ઠાકોર સહિત ના માણસોએ ધાંધલ ધમાલ મચાવી access_time 6:48 pm IST

  • વલસાડમાં જેટકો નામની સાહી બનાવતી કંપનીમાં લાગી ભયાનક આગ : ફેકટ્રી આસપાસના રસ્તાઓ કરાયા બંધ : નજીકની ફેકટ્રીઓમાં કામ કરતા કામદારોને પણ દૂર ખસેડાયા : કંપનીમાં થઈ રહ્યા છે જોરદાર ધડાકા : કંપનીમાં મોટી માત્રામાં અત્યંત જ્વલનશીલ પદાર્થનો સંગ્રહ હોવાનું જાણવા મળી રહ્યું છે access_time 7:04 pm IST