Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

મહારાષ્ટ્રમાં છેલ્લા પાંચ મહિનામાં 1092 ખેડૂતોની આત્મહત્યા :વિદર્ભમાં સૌથી વધુ

 

મુંબઇ : મહારાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યાનો સિલસિલો યથાવત રહયો છે રાજ્યમાં છેલ્લા પાંચ મહિનામાં 1092 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. વર્ષ 2017ની તુલનાએ તેમાં 72નો ધટાડો થયો છે. એટલે કે ગત વર્ષે 1164 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે તાજેતરમાં ખેડૂતોની લોન માફી કરવાની જાહેરાત કરી હતી.

 એક અહેવાલ અનુસાર રાજ્યના દુષ્કાળગ્રસ્ત મરાઠાવાડામાં ગત પાંચ મહિનામાં એટલે કે મે સુધીમાં ખેડૂતોની આત્મહત્યાના આંકડામાં વધારો થયો છે. સમયગાળામાં 396 ખેડૂતોએ આત્મહત્યા કરી ચૂક્યા છે જ્યારે વર્ષ 2017માં મે મહિના સુધી ક્ષેત્રના 380 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી.

 અહેવાલ અનુસાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવન્દ્ર ફડનવીસના ક્ષેત્ર વિદર્ભમાં છેલ્લા પાંચ મહિનામાં ખેડૂતોએ આત્મહત્યાના મામલાઓ સૌથી વધારે છે. વિદર્ભમાં મે મહિનાના અંત સુધીમાં 504 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. મરાઠાવાડા અને વિદર્ભમાં સૌથી વધારે કપાસની ખેતી થાય છે. ગત વર્ષે લગભગ 80% કપાસની ખેતી કીડાઓના કારણે પ્રભાવિત થઇ હતી.

(10:07 pm IST)