Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

અન્ન ઉત્‍પાદન હોય કે પછી રાષ્‍ટ્રની રક્ષા, રાજસ્થાન સદીઓથી સમગ્ર સમાજ અને દેશને પ્રેરણા આપતો આવ્યુ છેઃ જયપુરમાં લોકો સાથે સીધો સંવાદ કરતા નરેન્‍દ્રભાઇ મોદી

જયપુરઃ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીઅે પ્રથમ વખત લોકો સાથે સીધો સંવાદ કરવા માટે જનસંવાદ નામના કાર્યક્રમમાં પ્રવચન આપ્યુ હતું અને સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી.

પોતાના એક દિવસના પ્રવાસે જયપુર પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીએ અત્રે આયોજિત એક જનસંવાદ કાર્યક્રમ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લઈ રહેલા લોકો સાથે સીધો સંવાદ કર્યો. મોટાભાગે સોશિયલ મીડિયા અને રેડિયો દ્વારા લાભાર્થીઓ સાથે સંવાદ કરતા પીએમ મોદીનો આ પ્રકારે આ પહેલો સંવાદ છે. રાજસ્થાનમાં લાભાર્થીઓને સંબોધિત કરતા પીએમ મોદીએ દેશની ઉન્નતિ માટે 3Dનો મંત્ર આપ્યો. તેમણે કહ્યું કે દેશને આગળ માત્ર વિકાસ, વિકાસ, વિકાસ જ વધારી શકે છે. 

 પીએમ મોદીના સંબોધનની મહત્વની વાતો

- ભાષણની શરૂઆત કરતા પહેલા પીએમ મોદીએ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે મંચ પર મુલાકાત કરી. આ દરમિયાન મંચ પર હાજર મહિલાઓએ પીએમ મોદીને ફૂલ આપીને આભાર વ્યક્ત કર્યો. 

- વડાપ્રધાને રાજસ્થાનના વખાણ કરતા કહ્યું કે આ ફક્ત ભક્તિની જ નહીં પરંતુ શક્તિની પણ ભૂમિ છે. 

- રાજસ્થાનમાં પીએમ મોદીએ દેશની ઉન્નતિ માટે  કહ્યું કે તેના માટે ફક્ત એક જ મંત્ર છે અને તે છે વિકાસ, વિકાસ અને વિકાસ. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર વિકાસના કાર્યો માટે તત્પર રહે છે. 

- પીએમ મોદીએ કહ્યું કે અન્ન ઉત્પાદન હોય કે પછી રાષ્ટ્રની રક્ષા, આ પ્રદેશ સદીઓથી સમગ્ર સમાજ અને દેશને પ્રેરણા આપતો આવ્યો છે. 

- પાણીની અછત સામે ઝઝૂમવા છતાં રાજસ્થાન લોકોની મદદ માટે હંમેશા આગળ રહ્યું છે. કેન્દ્ર અને રાજસ્થાન સરકારના પ્રયત્નોથી પ્રદેશના 40 ટકા લોકોને પીવાનું સ્વચ્છ પાણી મળશે. 

- રાજસ્થાનમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ લગભગ 80 લાખ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. 2.5 કરોડથી વધુ જનધન ખાતા ખોલવામાં આવ્યાં છે. 6 લાખથી વધુ ગરીબોને ઘર અપાયા છે. 

- રાજસ્થાન પોતાની પરંપરા મુજબ સ્વાગત કરે છે. તેની સ્પષ્ટ ઝલક હું અનુબવી રહ્યો છું. રાજસ્થાન આપણા બધા પર સ્નેહ વરસાવતું રહ્યું છે, વીરોની ધરતીને હું નમન કરું છું. 

- પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્રમાં ભાજપની સત્તા આવ્યાં બાદ 2 કરોડ લોકો ગરીબીથી મુક્ત થયા છે. 

(5:27 pm IST)
  • વિશ્વ હિંદુ પરિષદે ફરીથી એકવાર અયોધ્યામાં રામ મંદિર બનાવવાના મુદ્દા અંગે સરકાર પર દબાણ કરવાનું શરૂ કરી દીધુ છે. વિહિપે સરકારને રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને ઉકેલવા માટે ઓગસ્ટ, 2018 સુધીનો સમય આપ્યો છે. જો આનો કોઈ ઉકેલ નહિ નીકળે તો વિહિપ આને મોટા નેતાઓ સામે લઈ જશે જેમાં સંગઠનના શક્તિશાળી પદાધિકારીઓ સાથે સાધુ-સંતો પણ શામેલ હશે. access_time 1:19 am IST

  • વલસાડમાં જેટકો નામની સાહી બનાવતી કંપનીમાં લાગી ભયાનક આગ : ફેકટ્રી આસપાસના રસ્તાઓ કરાયા બંધ : નજીકની ફેકટ્રીઓમાં કામ કરતા કામદારોને પણ દૂર ખસેડાયા : કંપનીમાં થઈ રહ્યા છે જોરદાર ધડાકા : કંપનીમાં મોટી માત્રામાં અત્યંત જ્વલનશીલ પદાર્થનો સંગ્રહ હોવાનું જાણવા મળી રહ્યું છે access_time 7:04 pm IST

  • દક્ષિણ ગુજરાતમાં દરિયાઇ પટ્ટામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે દરિયાકાંઠે વસતા માછીવારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચન કરાયું છે. ભારે આગાહી વચ્ચે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે વરસાદી માહોલ વચ્ચે વલસાડ અને વાપી સહિતાના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે તોફાની વરસાદ શરૂ થયો હતો. બીજી તરફ અમેરલીના દામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત એક કલાક ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વલસાડમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે શનિવારે સાંજે ઘપમપુરમાં ત્રણ ઇંચ વરસાદ હતો. તો સુરતમાં ત્રણ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હોવાની માહિતી મળી હતી. આ સાથે આસપાસના વિસ્તારોમાં 1થી 2 ઇંચ વરસાદ પડ્યો હોવાની માહિતી મળી રહી છે. access_time 1:20 am IST