Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

IRCTC કૌંભાડઃ લાલુ વિરૂધ્ધ SIT તપાસ માટે સુપ્રીમમાં અરજી દાખલ

વેંકટેશ પ્રસાદ શર્માએ સીબીઆઇ,ઇડી અને આયકર વિભાગ પર તપાસ આરોપીઓને બચાવાનો આરોપ મુકયો

નવીદિલ્હી,તા.૭: આઇઆરસીટીસ કૌભાંડનો કેસ સુપ્રીમમાં પહોંચ્યો છે લાલુપ્રસાદ અને તેના પરિવાર વિરૂધ્ધ ફરીયાદ નોંધવાનર વેંકટેરા પ્રસાદ શર્માએ એક જનહિત અરજી દાખલ કરીને સીબીઆઇ, ઇડી અને આયકર વિભાગ પર તપાસમાં આરોપીઓને બચાવાનો આરોપ મુકયો છે.

અધિવકતા ગોપલસિંહ અને મનીશકુમાર દ્વારા અરજીમાં શર્માએ કહ્યું કે સીબીઆઇએ આઇઆરસીટીસીના તત્કાલીન નિદેશક રાકેશભાઇ સકસેના વિરૂધ્ધ એફઆઇઆર નોંધાય નથી પરંતુ બાદમાં ચાર્જશીટમાં તેનું નામ સામેલ કરવામાં આવ્યું તેના કારણે તપાસ નબળી રહી ગઇ તેઓએ કહ્યું કે સમગ્ર કેસની સુપ્રીમકોર્ટના પૂર્વ જજની અધ્યક્ષતામાં બનેલી એસઆઇટી પાસે તપાસ કરાવામાં આવે.

અધિવકતા ગોપાલસિંહ અને મનીશકુમાર દ્વારા અરજીમાં શર્માએ કહ્યું કે  સીબીઆઇએ આઇઆરસીટીસીના તત્કાલીન નિદેશક રાકેશ સકસેના વિરૂધ્ધ એફઆઇઆર નોંધાય નથી. પરંતુ બાદમાં ચાર્જશીટમાં તેનું નામ સામેલ કરવામાં આવ્યું. તેના કારણે તપાસ નબળી રહી ગઇ તેઓએ કહ્યું કે સમગ્રકેસની સુપ્રીમકોર્ટના પૂર્વ જજની અધ્યક્ષતામાં બનેલી એસઆઇટી પાસે તપાસ કરવામાં આવે. અરજીનાં માંગ કરવામાં કરવામાં આવી છે. તપાસ એજસીઓ તથા સીવીસી માટે કાર્ય કરવાના દિશા નિર્દશ બનાવામાં આવ્યા. જોકે માથાભારે અને ધનવાન વિરૂધ્ધ તપાસમાં તેની મનમરજી ન કરી શકે.આઇઆરસીટીસીની બે હોટલોની લાનીમાં મોટા પાયો થયેલા કૌભાંડ અંગે સીબીઆઇએ ૭ જુલાઇએ લાલુ સહિત ૫ લોકો વિરૂધ્ધ એફઆઇઆર નોંધાવી હતી. આ અંગે તેના ૧૨ સ્થળોએ કરોડા પાડવામાં આવ્યા હતા.

(4:13 pm IST)