Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

RSS પછી કોંગ્રેસ સેવા દળ પણ બદલશે ડ્રેસ, સભ્યો પહેરશે કુરતો અને જીન્સ

અત્યાર સુધી સેવા દળના સભ્યો સફેદ કૂરતો અને પાયજામો પહેરતા હતા

નવી દિલ્હી તા. ૭ : આરએસએસનો ડ્રેસ કોડમાં બદલાવ કર્યાના આશરે બે વર્ષ પછી કોંગ્રેસનું સંગઠન 'સેવા દળ' એ પણ હવે તેમના પહેરવેશમાં બદલાવનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી સેવા દળના સભ્યો સફેદ કુરતો અને પાયજામો પહેરતા હતાં. પરંતુ રાહુલ ગાંધી પાસેથી પ્રેરણા લેતા હવે સેવા દળના સભ્યો કુરતાની સાથે ભૂરું જીન્સ પહેરશે. રાહુલ ગાંધી કુરતાની સાથે ભૂરું જીન્સ પહેરે છે અને આને તેમની સ્ટાઇલ માનવામાં આવે છે.

કોંગ્રેસ સેવા દળના એક સભ્યએ જણાવ્યું કે આ બદલાવ એટલે કરવામાં આવી રહ્યો છે કે જેથી સેવાદળના સભ્ય આજના યુવાઓ જેવા લાગે. તેમનો આ પહેરવેશ યુવાનો સાથે કનેકટ કરવામાં મદદ કરશે. નોંધનીય છે કે સેવા દળનું ગઠન સંવતંત્રતા આંદોલન દરમિયાન કામ કરવા માટે કરવામાં આવ્યું હતું. જે પછી તેમની આ દળનું નામ માત્ર શોભાના ગાંઠિયા જેવું જ થઇ ગયું હતું.

નોંધનીય છે કે કોંગ્રેસ સેવા દળની રચના વર્ષ ૧૯૨૩માં હિન્દુસ્તાન સેવા દળના નામથી થઇ હતી. બાદમાં તેણે કોંગ્રેસ સેવા દળનું નામ આપવામાં આવ્યું હતું. આરએસએસની જેમ એક જમાનામાં કોંગ્રેસ સેવા દળ ઉપર પણ પ્રતિબંધ લાગ્યો હતો. અંગ્રેજો વખતે વર્ષ ૧૯૩૨થી લઈને ૧૯૩૭ સુધી હિન્દુસ્તાન સેવા દળને પ્રતિબંધિત કરી દીધું હતું.

જોકે કુરતાની સાથે જીન્સના પહેરવેશમાં પણ લોકો ટિકા કરીને કહી શકે છે કે તેમણે પશ્ચિમી પહેરવેશ અપનાવ્યો છે. આ નવો ડ્રેસ કોડ ૯ જુલાઇથી લાગુ થશે.

(4:13 pm IST)