Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

શ્રીરામકથાના માધ્યમથી દશરથ દર્શનનો પ્રયાસઃ પૂ.મોરારીબાપુ

અમેરિકામાં આયોજીત ''માનસ દશરથ'' શ્રીરામકથા કાલે વિરામ લેશે

રાજકોટ તા. ૭ : પૂ. મોરારીબાપુના વ્યસાસને અમેરિકાના ન્યુયોર્ક -રોચેસ્ટર ખાતે આયોજીત શ્રીરામ કથા ''માનસ દશરથ''નો આજે આઠમો દિવસ છ.ે

પૂ. મોરારીબાપુએ આજે આઠમાં દિવસે શ્રીરામકથામાં કહ્યું કે, શ્રીરામકથાના મધ્યમથી દશરથ દર્શનનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

પૂ. મોરારીબાપુએ ગઇકાલે શ્રીરામકથામાં સાતમા દિવસે કહ્યું હતું કે, સ્વાગત હંમેશા અતિથિનું થાય. અહી તો કોણ અતિથિ અને કોઇ યજમાન ? ગુરૂ કયારેય અતિથિ ન હોય, શિષ્ય જ અતિથિ હોય, ગુરૂ દ્વારે શિષ્ય ગમ્મે ત્યારે પોતાની જિજ્ઞાસાને લઇને જઇ શકે. હું એ જ માનસિકતાથી જીવુ છું, મારા શ્રોતા મારા માટે અતિથિ છે. તો શ્રોતાનું સ્વાગત વકતા દ્વારા કેટલીક રીત દ્વારા થાય છે (૧) બકરી દ્વારા, (ર) ચંદન દ્વારા (૩) વીણાથી, (૪) શંખ ધ્વનિ, (પ) પવિત્ર જળ, (૬) કળશ-વકતાની બે આંખો દ્વારા, (૭) દર્પણથી, (૮) શાલિગ્રામથી, (૯) ઘી દ્વારા...

તલગાજરડાની દૃષ્ટિએ માનસમાં આ દસ રથ છે. દસરથનો રથ સત્યરથ, રામનો ધર્મરથ, ભરતજીનો પ્રેમરથ, રાવણનો અધર્મરથ, ઇન્દ્રજીતનો માયાવીરથ, ઇન્દ્રદેવનો ભોગરથ, ઉપનિષદનો દેહરથ, વરિષ્ઠજીતો વિવેકરથ, જનકનો જ્ઞાનરથ અને તુલસીજીનો આ માનસરથ, આમ, રામચરિત માનસમાં તુલસીજીએ આ પ્રમાણે દસ રથનું દર્શન કરાવ્યું છે. જો કે, લક્ષ્મણજીનો પણ એક રથ ત્યાગરથ ગણાવી શકાય. વડોદરાના હરીશભાઇએ યાદી મોકલી છે. કે, માનસમાં દસરથ શબ્દ બાવન વખત પ્રયોજાયો છે.

પૂ. મોરારીબાપુએ વધુમાં કહયું કે, રામ સાક્ષાત ન આવે, પણ રામના વિચાર આવે એ જ ઘણું છે. વિચાર પોતે જ પ્રભુ છે. વિચાર રૂપે રામ માંગો. આપણે આજકાલ ધર્મને યોજનાયુકત કરી દીધો છે. ધર્મ યોજના મુકત થવો જોઇએ. ઓશોના એક સન્યાસીની મા શ્રધ્ધા, એક વખત મળ્યા હતાં, ત્યારે મને પુછયું કે બાપુ, બીજા કોઇ પાસે કે કોઇને વાત નથી. કરવી. તમને કહુ કે, ઓશોના રંગમાં હું એટલી બધી રંગાઇ ગઇ છું કે મને સદ્ગુરૂની સુગંધ આવે છે. મા શ્રધ્ધાની કેવી બળવત્તર શ્રધ્ધા. આજે અને મારી સ્મરણરૂપી શ્રધ્ધાંજલી અર્પુ છું. આ છે અનુભુતિ. શાસ્ત્રાર્થ કે તર્કથી કશું નહીં વળે.

કાલે અમેરિકામાં આયોજીત 'માનસ દશરથ' શ્રીરામકથા વિરામ લેશે.

હવે ઉતરપ્રદેશમાં રામકથા

રાજકોટ તા ૭ : પૂ. મોરારીબાપુના વ્યાસાસને અમેરિકા - ન્યુયોર્કમાં આયોજીત 'માનસ દશરથ'શ્રી રામકથા કાલે વિરામ લેશે.

હવે પૂ. મોરારીબાપુના અધ્યક્ષતામાં તા. ૨૭ જુલાઇના ગુરૂપૂર્ણીમા ઉજવાશે. ત્યારબાદ તા. ર૮ થી તા. પ ઓગસ્ટ સુધી કાનપુરમાં શ્રીરામ કથાનું આયોજન કરાયું છે.

(4:12 pm IST)
  • વિશ્વ હિંદુ પરિષદે ફરીથી એકવાર અયોધ્યામાં રામ મંદિર બનાવવાના મુદ્દા અંગે સરકાર પર દબાણ કરવાનું શરૂ કરી દીધુ છે. વિહિપે સરકારને રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને ઉકેલવા માટે ઓગસ્ટ, 2018 સુધીનો સમય આપ્યો છે. જો આનો કોઈ ઉકેલ નહિ નીકળે તો વિહિપ આને મોટા નેતાઓ સામે લઈ જશે જેમાં સંગઠનના શક્તિશાળી પદાધિકારીઓ સાથે સાધુ-સંતો પણ શામેલ હશે. access_time 1:19 am IST

  • વલસાડ: મધુબન ડેમના 8 દરવાજા અચાનક ખોલાતા કુદરતી હાજતે ગયેલ એક યુવક પુલ પર ફસાયો: વાસના રખોલી નજીકની પુલ પરની ઘટના:ડેમ માં થી પાણી છોડાતા દમણગંગા નદી માં પાણી નું સ્તર વધતા યુવક ફસાયો:પુલ પર ફસાયેલા યુવક ને બચાવવા ફાયર બ્રિગેડ , ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પોલીસની ટીમો કામે લાગી access_time 2:03 pm IST

  • નવસારીના ચીખલીના કુકેરી ગામે કાવેરી નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થયો છે. બીજા પણ 9 જેટલા નાના ચેકડેમ ઓવરફ્લો થયા છે. ચેકડેમને લઈને કુકેરી ગામના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ચેકડેમ ઉંડો કરવાની રજૂઆત તંત્રને અનેક વખત કરી હોવા છતાં કોઇ જ પગલાં ન લેવાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. access_time 7:18 pm IST