Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ના હોય, એક લીટરના દૂધના ભાવ ૩૦૦૦!

ગુજરાતની બાજુના જ રાજ્યમાં પશુપાલકોની તો ચાંદી-ચાંદી : ગાય નહીં ઉંટડીનું દૂધ છે, જેની અમેરિકામાં હાલ ખૂબ માગ છે : ભારતમાંથી અમેરિકામાં એકસપોર્ટ થાય છે : એમેઝોન પર દેશ-વિદેશમાં વેચાય છે ભારતના ઉંટનું દૂધ : અનેક રોગ સામે આપે છે રક્ષણ

મુંબઇ તા. ૭ : બે મિનિટ તો આ ભાવ સાંભળીને તમને પણ થયું હશે ને કે કાલે પહેલા દૂધવાળા ભાઈ પાસેથી ભાવ પુછી લેવો છે પછી જ લેવું છે. કેમ કે સામાન્ય રીતે આમ તો ભારતના લગભગ તમામ ભાગમાં તમને દૂધ રૂ.૫૨-૫૫નું લીટર મળે છે પણ રાજસ્થાનમાં લોકોને ૧ લીટર દૂધના બદલે રૂ.૩૦૦૦ની આવક થઈ રહી છે. ચોંકો નહીં દૂધ ગાય કે ભેંસ નહીં પણ ઉંટડીનું દૂધ છે. જેની અમેરિકામાં ખૂબ માગ છે.અમેરિકામાં ઉંટડીનું દૂધ અને તેના દૂધમાંથી બનેલા પાઉડરની માગ સતત વધી રહી છે. આજ કારણ છે કે હાલ એક લીટર દૂધની કિંમત ૫૦ ડોલર સુધી પહોંચી ચૂકી છે. ત્યારે ભારતીય ઉંટ પાલકો ખૂબ ખુશ છે. આ ઉત્પાદકોના મોટાભાગના ગ્રાહકો અમેરિકાના છે અને એક લિટર કેમલ મિલ્કના રૂ. ૩૦૦૦ સુધી આપે છે.

રાજસ્થાનમાં ઉંટ માલિકો માટે આ એક સપનું સાકાર થવા જેવું છે. આ ઉંટ માલિકો બિકાનેર, કચ્છ અને સુરતમાં મેન્યુફેકચરિંગ યુનિટ્સને પોતાનું દૂધ વેચે છે. આ દૂધને ૨૦૦ml ના ટેટ્રા પેકમાં વેચવામાં આવે છે. જયારે પ્રોસેસ્ડ પાઉડરને ૨૦૦ અને ૫૦૦ ગ્રામના પેકેટમાં ભરીને વેચવામાં આવે છે.

જયારે બાકીનું ઈ-કોમર્સ કંપનીઓએ સહેલું બનાવી દીધું છે. જયાં બાયર્સ અને સેલર્સ જોડાયેલ છે. આવી જ એક કંપની એમેઝોન ડોટ કોમ પર દર મહિને ૬૦૦૦ લીટર ઉંટડીનું દૂધ વેચે છે. આજકાલ ઉંટના દૂધની માગ ખૂબ છે. ઉંટના દૂધમાં ગાયના દૂધ કરતા ઓછી માત્રામાં કલેટોઝ હોય છે તે એવા લોકો માટે સોરો વિકલ્પ છે જેઓ વધુ કલેટોઝ નથી લેતા.તેમજ ડાયેરિયાના વાયરસ સામે લડવા માટે એક સારો વિકલ્પ છે. એક અભ્યાસ મુજબ ઉંટડીના દૂધમાં ઇંસ્યુલિન જેવું જ એક તત્વ હોય છે જેના કારણે તેમને ઇંસ્યુનિલની જરુરત ઓછી થઈ જાય છે. જોકે તેની માનવ શરીર પર શું અસર થાય છે આ અંગે હજુ સુધી અભ્યાસ કરવામાં નથી આવ્યો. જોકે વિજ્ઞાન મુજબ ઉંટનું દૂધ અનેક પ્રકારના સંક્રમણથી બચાવે છે અને તેમાં ખૂબ જ પુષ્કળ માત્રામાં પોષક તત્વ હોય છે.

(3:15 pm IST)