Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

વોરેન બફેટને પછાડી વિશ્વના ત્રીજા સોૈથી શ્રીમંત બન્યા ઝુકરબર્ગ

ન્યુયોર્ક : ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ વિશ્વના ત્રીજા નંબરના સોૈથી શ્રીમંત બન્યા છેઃ તેમણે વોરેન બફેટને પાછળ રાખી દીધા છેઃ હવે ઝુકરબર્ગ એમઝોનના વડા જેફ બેજોસ અને માઇક્રોસોફટના બીલ ગેટ્સની પાછળ છેઃ ઝુકરબર્ગની સંપતિ ૮૧.૬ અબજ ડોલર થઇ છે જે બફેટ કરતા ૩૭૩ મિલીયર ડોલર વધુ છે.

(3:15 pm IST)
  • વરસાદે સર્જી જાપાનમાં તારાજી : જાપાનના પશ્ચિમ વિસ્તારમાં જોરદાર પૂર તથા ભેખડો ધસી પડવાને કારણે આશરે ૫૦થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે અને સેકડો લોકો લાપતા થયા છે. મોટાભાગનાં મૃત્યુ હિરોશીમા પ્રદેશમાં થયાં છે. હિરોશીમા પ્રદેશમાં ગુરુવારથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને હજ્જારો ઘરોને નુકસાન થયું છે. આશરે 15 લાખ લોકોને તેમના ઘર છોડીને સલામત સ્થળે જતા રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. હજ્જારો પોલીસ કર્મચારીઓ, ફાયર ફાઈટર્સ અને સૈનિકો શોધ તથા બચાવ કામગીરીમાં જોડાયા છે. આગામી કેટલાક દિવસોમાં વધુ વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે. access_time 11:12 pm IST

  • નવસારીના ચીખલીના કુકેરી ગામે કાવેરી નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થયો છે. બીજા પણ 9 જેટલા નાના ચેકડેમ ઓવરફ્લો થયા છે. ચેકડેમને લઈને કુકેરી ગામના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ચેકડેમ ઉંડો કરવાની રજૂઆત તંત્રને અનેક વખત કરી હોવા છતાં કોઇ જ પગલાં ન લેવાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. access_time 7:18 pm IST

  • નડિયાદ ડિવિઝન સ્કવોર્ડે બાતમીના આધારે, સંધાણા પાસેથી કારમાં લઇ જવાતા 300 લીટર દેશી દારૂ ના 10 પોટલાં સાથે એક મહિલા અને પુરુષને ઝડપી લીધા છે. access_time 8:12 pm IST