Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

બિહારમાં માનવતા શર્મસાર : બાળકનો મૃતદેહ બાઈક પર લઇ જવો પડ્યો

માત્ર એક જ એમ્બ્યુલન્સ છે તે ગર્ભવતી મહિલાઓને લાવવા-લઈ જવા માટે વપરાય છે. : હોસ્પિટલનો બચાવ

બિહારના બાઢ જિલ્લા હોસ્પિટલમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. 13 વર્ષીય પ્રતાપ નામના એક બાળકનો મૃતદેહ તેના પરિવારજનોને બાઈક પર લઈ જવો પડયો છે. પોસ્ટમોર્ટમ બાદ એમ્બ્યુલન્સ નહીં મળવાને કારણે પરિવારને દર્દનાક સ્થિતિમાંથી પસાર થવું પડયું છે.

 બાઢ પોલીસે હોસ્પિટલમાં પોતાની ઔપચારીકતા પૂર્ણ કર્યા બાદ પોસ્ટમોર્ટમ કરાવીને લાશને પરિવારજનોને સોંપી હતી પરંતુ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ નહીં કરતા પરિવારજનો બાળકની લાશ બાઈક પર લઈ ગયા હતા.

 આ મામલે હોસ્પિટલનું કહેવું છેકે અહીં એક જ એમ્બ્યુલન્સ છે અને તે ગર્ભવતી મહિલાઓને લાવવા-લઈ જવા માટે વપરાય છે. અહીં બીજી એક એમ્બ્યુલન્સની જરૂર છે.

(2:55 pm IST)