Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ઈન્ટરનેટ અને સ્માર્ટફોનને લીધે રેપની ઘટનાઓ વધીઃ બીજેપી સાંસદનો લવારો

મધ્યપ્રદેશમાં બળાત્કારની વધતી ઘટનાઓ પર સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના સાંસદ નંદકુમાર ચૌહાણે એક વિચિત્ર નિવેદન આપ્યું છે. નંદકુમાર ચૌહાણે પત્રકારો સાથે વાતચીત દરમિયાન વિચિત્ર નિવેદન આપતા કહ્યુ કે, ઈન્ટરનેટ અને સ્માર્ટફોનના વધતા ચલણને હિસાબે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. યુવાઓ આપતિજનક કન્ટેન્ટ જુએ છે અને તેના મન પર નકારાત્મક પ્રભાવ પડે છે.

(2:02 pm IST)