Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

મનમોહનસિંહની સરકારમાં ૧૦થી વધુ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી !

કોંગ્રેસ પ્રવકતા રણદિપસિંહ સુરજેવાલાનો દાવો : છેલ્લા બે દાયકામાં અનેકવાર સર્જિકલ સ્ટ્રાઇકને અંજામ અપાયો

નવીદિલ્હી, તા.૭: સર્જિકલ સ્ટ્રાઇકનો વિડીયો સામે આવ્યા બાદ નવા પ્રકારના રાજનૈતીક વિવાદે ઉદ્ભવ્યો છે. એનડીએ સરકાર પહેલા ૧૦ વર્ષ કેન્દ્રની સતામાં રહેનાર કોંગ્રેસે આજે દાવો કર્યા કે ૨૦૦૦ બાદથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા દશ સર્જિકલ સ્ટ્રાઇકને અંજામ આપવામાં આવ્યો છે. બીજુબાજુ ભાજપ સરકારમાં એક સજિકલ સ્ટ્રાઇક થઇ જેનો વિડિયો જાહેર ભાજપની સરકાર સર્જિકલ સ્ટ્રાઇકની પરંપરા અને અન્ય પક્ષને નુકશાન પહોચાડવા માટે તેનો રાજયનૈતિક અને ચુંટણીનો લાભ લેવાનો પ્રયત્ન કરી રહી છે.

કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે છેલ્લા બે દાયકામાં અલગ-અલગ સમય પર સટીક રણનીતી હેઠળ સફળતા પૂર્વક કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇક ભારતીય સેનાની હિમતનો પારંચય આપે છે. દેશને તેની બહાદુર સેના પર ગર્વ છે. તેઓએ કહ્યું કે સેનાએ છેલ્લા બે દાયકામાં અનેક વાર સફળતા પૂર્વક સર્જિકલ સ્ટ્રાઇકને અંનમ આપ્યો છે.  સરજેવાલાએ તારીક મુજબ સર્જીકલ સ્ટ્રાઇક ની હકીકત જણાવતા કહ્યું કે અમારે સેનાની ૧૯૪૦, ૧૯૬૧-૬૨, ૧૯૭૧ અને ૧૯૯૯ યુધ્ધની બહાદુરી તથા કુરબાનીની ગાથા દરકે લોકોની જુબાન પર છે. તેની સાથે જ તેઓએ દેશ સર્જિકલ સ્ટ્રાઇકની તારીખો અને સ્થાનની માહિતી આપીને તેના દાવાને મજબુત કરવાના પ્રયત્નો કર્યા છે.

૨૧ જાન્યુઆરી ૨૦૦૦ના રોજ નડાલા અંકલેવ નીલમનદીની પાર સર્જિકલ સ્ટ્રાઇક, ૧૮ સપ્ટેમ્બર ૨૦૦૩ના રોજ બારોહ સેકટર પુંછમાં સર્જિકલ સ્ટ્રાઇક ૩૦ ઓગસ્ટ એક સપ્ટેમ્બર ૨૦૧૧ કકો શારદા સેકટર કેલમાં નીલમ નદી ઘાટી સર્જિકલ સ્ટ્રાઇક ૬ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ સાવનપત્ર ચેકપોસ્ટ પર સર્જિકલ સ્ટ્રાઇક ૨૭-૨૮ જુલાઇ ૨૦૧૩ના રોજ નાઝાપીર સેકટરમાં સર્જિકલ સ્ટ્રાઇક ૬ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ નીલમ ઘાટીમાં સર્જીકલ સ્ટ્રાઇક.

(1:25 pm IST)
  • સતત ચોથા દિવસે પણ ગોવામાં ભારે વરસાદ : નાગપુર વિમાની સેવાને અસરઃ ૧૯૯૪ બાદ ગોવામાં સૌથી ભારે વરસાદઃ કોંકણ-વિદર્ભ માટે રેડ એલર્ટ જાહેર કરાયું : પણજી, માપુસા, વાસ્કો અને મડગાવમાં સતત ધોધમાર વરસાદઃ નીંચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘુસ્યા access_time 1:27 pm IST

  • રાજકોટમાં ગુજરીબજારમાં થયેલ લૂંટ નર્યું નાટક:મહિલાને પૈસાની જરૂર હોય કોલકાતાથી આવેલ કાકાના પૈસા બોયફ્રેન્ડને પહોંચાડવા માટે પૂર્વયોજિત રીતે કારસ્તાન ઘડ્યું હતું : છરીના છરકા લૂંટારૃઓએ લૂંટ કર્યાનું નાટક ખુલ્યું :ફરિયાદી યુવતીએ જાતે જ બ્લેડના છરકા કરીને પોતાને ઇજા પહોચાડેલ ;પ્રાથમિક દ્રષ્ટિએ જ શંકસ્સ્પદ લાગતી ફરિયાદમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરતી એ ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચ અને પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોટ access_time 11:25 pm IST

  • તેલંગાણાનો 24 વર્ષીય વિદ્યાર્થીનું અમેરિકાની એક રેસ્ટોરન્ટમાં થયેલા ગોળીબારમાં શુક્રવારે મોત નિપજ્યું હતું. વારંગલનો રહેવાસી વિદ્યાર્થી શરત કપ્પૂ અહીંની મિસૂરી યૂનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. રિપોર્ટ અનુસાર કંસાસ પોલીસને શુક્રવારે સાંજે 7 વાગ્યે એક રેસ્ટોર્ટમાં ગોળીબારની માહિતી મળી હતી. ત્યાર બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસને ઘટના સ્થળેથી લોહીમાં લથપથ શરદનો મૃતદેહ પુલમાંથી મળી આવ્યો હતો. access_time 1:19 am IST