Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

૨૦૧૮માં દુનિયામાં ૧૦૦ સૌથી જોખમી પાસવર્ડનો ઉપયોગ થયો

યુઝર્સ પાસવર્ડ બદલે છે પણ કેટલાક ખૂબ સરળ હોવાથી આસાનીથી હેક થાય છે

નવી દિલ્હી તા. ૭ : આપણા ઓનલાઈન એકાઉન્ટને સુરક્ષિત રાખવા અને હેક થવાથી બચાવવા માટે આપણે કેટકેટલા પ્રકારના પાસવર્ડનો ઉપયોગ કરીએ છીએ પણ તેમાં કેટલાક પાસવર્ડ એવા પણ હોય છે જે ખૂબ સામાન્ય હોય છે, જેમકે ૧૨૩૪૫૬. હાલમાં જ એક હેકિંગની ઘટના બાદ એડિડાસે પોતાના લાખો ગ્રાહકોને ડેટા બ્રિચ અંગે ચેતવણી આપી હતી.

સ્પ્લેશડેટા, સ્પ્લેશ આઈડી પાસવર્ડ મેનેજર છે, જેણે આ વર્ષે ૧૦૦ એવા સામાન્ય પાસવર્ડનું લિસ્ટ જારી કર્યુ છે જેનો ઉપયોગ વ્યકિત સૌથી વધુ કરે છે. કંપનીએ લાખો પાસવર્ડ વિશે ખુલાસો કર્યો જે પબ્લિક ડોમેઈનમાં લીક થઈ ચૂકયા છે.

આવા કેટલાક સૌથી સામાન્ય પાસવર્ડ જોઈએ તો તેમાં 123456, password, 12345678, football, iloveyou, admin, hello, 654321, asshole, pussy, 12345123456789, aaaaaa, charlie, login જેવા અનેક પાસવર્ડ સામેલ છે.

એથ્લેટિક વેર કંપનીએ કહ્યું હતું કે એક અજાણી પાર્ટી તેમની વેબસાઈટ પરથી ગ્રાહકોનો ડેટા મેળવી રહી છે. એડિડાસ જેવી મોટી કંપનીઓ જો હેક થઈ શકે છે તો આપણે એ વિચારવું જોઈએ કે આપણા બેન્ક એકાઉન્ટ, લેપટોપ અને મોબાઈલ ફોન કેટલા સુરક્ષિત છે.

ઓનલાઈન જેમ જેમ લોકોની સંખ્યા વધી રહી છે તેના માટે સાયબર નિષ્ણાતો માને છે કે સિકયુરિટી મિકેનિઝમને લઈને ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. જો કે તેના માટે યુઝર્સ એન્ટી વાયરસનો આધાર લે છે તો પોતાના પાસવર્ડ પણ બદલતા રહે છે. પરંતુ પાસવર્ડ બદલવા અને નવો પાસવર્ડ નાખવાના ચક્કરમાં યુઝર અનેક ભૂલ કરી દે છે જેના કારણે તેમનું એકાઉન્ટ હેક થવાની શકયતા વધી જાય છે. યુઝર માટે વધુ ખરાબ ચીજ એ હોય છે કે તેઓ એક જ પાસવર્ડનો ઉપયોગ અનેક જગ્યાએ અનેકવાર કરે છે.

(10:36 am IST)
  • ગાંધીનગર: યુવા ત્રિપુટી સામે દારૂ રેડ અંગે નોંધાયેલ ફરિયાદ અંગે ઘટસ્ફોટ : પ્રવીણ ભરવાડ નામના શખ્સે મૂકી હતી દારૂની પોટલીઓ : મકાન માલિક કંચનબા મકવાણાએ પોલીસ ને આપેલ નિવેદનમાં ઘટસ્ફોટ : પ્રવીણ ભરવાડ મુકેશ ભરવાડ ચેતન ઠાકોર સહિત ના માણસોએ ધાંધલ ધમાલ મચાવી access_time 6:48 pm IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જયપુરમાં જબરી રેલી : કલ્યાણકારી યોજનાના 33 જિલ્લાઓનાં લાભાર્થીઓ સાથે મોદી કરશે સંવાદ :5579 જેટલી બસો પણ બુક :અંદાજે 7.22 કરોડનો ખર્ચ થશે:કાર્યક્રમમાં 2.5 લાખ લાભાર્થીઓ એકઠા થશે તેવું અનુમાન access_time 1:18 am IST

  • રાજકોટમાં ગુજરીબજારમાં થયેલ લૂંટ નર્યું નાટક:મહિલાને પૈસાની જરૂર હોય કોલકાતાથી આવેલ કાકાના પૈસા બોયફ્રેન્ડને પહોંચાડવા માટે પૂર્વયોજિત રીતે કારસ્તાન ઘડ્યું હતું : છરીના છરકા લૂંટારૃઓએ લૂંટ કર્યાનું નાટક ખુલ્યું :ફરિયાદી યુવતીએ જાતે જ બ્લેડના છરકા કરીને પોતાને ઇજા પહોચાડેલ ;પ્રાથમિક દ્રષ્ટિએ જ શંકસ્સ્પદ લાગતી ફરિયાદમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરતી એ ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચ અને પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોટ access_time 11:25 pm IST