Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

નાલાયક હાફિઝ સઇદ ચૂંટણી સભાઓમાં ભારત વિરૂધ્ધ ઓકે છે ઝેર : પરમાણુ હુમલો કરવાની કાગારોળ : મોદીને આપી ધમકી

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં ચૂંટણી યોજાઇ રહી છે : જેમાં ત્રાસવાદી હાફિઝ સઇદે ૨૦૦ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે : મુંબઇ હુમલાનો આરોપી પાકિસ્તાનમાં ખુલ્લે આમ જાહેરસભાઓ સંબોધી ભારત વિરૂધ્ધ ઝેર ઓકી રહ્યો છે : મતોની ભૂખમાં આ નાલાયકે ભારત ઉપર પરમાણુ હુમલાની કાગારોળ કરી હતી : પોતાના પક્ષ અલ્લાહ હુ અકબર માટે તે પ્રચાર કરી રહ્યો છે : ફેસલાબાદમાં તેણે હદ વટાવી : તેણે એવી ડંફાશ ઝીંકી હતી કે પાકિસ્તાન પાસે એવી ટેકનીક છે કે અમેરિકા, ભારત, રૂસ ઘુટણીએ પડી જશે : ઇઝરાયલ પણ પાક.ના નિશાના પર છે : પીએમ મોદીને પણ નિશાના પર લેતા કહ્યું હતું કે મોદી તેરે લીયે ખતરા ન હો તો ફિર બાત હી કયા હૈ : ૨૫મીની ચૂંટણીમાં ત્રાસવાદી હાફિઝનો પુત્ર અને જમાઇ પણ ચૂંટણી લડે છે.

(10:34 am IST)