Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

બિહારમાં છાત્રા ઉપર ગેંગરેપ : ૧૮ સામે ફરિયાદ

બિહારના સારણ જિલ્લાની ઘટના : વિદ્યાર્થીઓ, પ્રિન્સીપાલ, શિક્ષકો મળીને ૭ માસથી કરતા'તા ગેંગરેપ : પ્રિન્સીપાલ સહિત બે શિક્ષકો - ૨ આરોપી વિદ્યાર્થીઓની ધરપકડ : ૧૩ ફરાર

સારણ તા. ૭ : કડક કાયદાની સાથે સાથે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને મુખ્યમમંત્રી જેવા મોટા પદો પર બેઠેલા લોકોને સતત અપીલ બાદ પણ દેશભરમાં દુષ્કર્મ જેવા જઘન્ય અપરાધો પર લગામ કસતી જોવા મળતી નથી. તાજો મામલો બિહારના સારણથી આવ્યો છે. અહીં એક ખાનગી શાળામાં ભણતી ૧૦માં ધોરણની વિદ્યાર્થીની પર શિક્ષક અને વિદ્યાર્થીઓ મળીને સાત મહિનાથી ગેંગરેપ કરી રહ્યા હતાં. એવો આરોપ છે કે સાત મહિના પહેલા એક વિદ્યાર્થીએ કલાસમાં જ વિદ્યાર્થીનીનો રેપ કર્યો હતો. લોકલાજના પગલે તેણે કોઈને કહ્યું નહીં. ત્યારબાદ આ આરોપી વિદ્યાર્થીએ આ વાત બીજા વિદ્યાર્થીઓને કહી દીધી. એવો પણ આરોપ છે કે ત્યારબાદ અનેક વિદ્યાર્થીઓ મળીને છેલ્લા છ મહિનાથી વિદ્યાર્થીનીનો રેપ કરી રહ્યાં હતાં.

પોલીસ સામે મામલો આવ્યા બાદ પ્રાચાર્ય સહિત બે શિક્ષકો અને ૨ આરોપી વિદ્યાર્થીઓની ધરપકડ કરી લેવાઈ છે. ફરાર થઈ ગયેલા ૧૩ વિદ્યાર્થીઓની પોલીસ શોધમાં છે. પીડિતાએ એકમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને કહ્યું છે કે ડિસેમ્બર ૨૦૧૭માં પહેલીવાર તેના ઉપર વિદ્યાર્થીએ કલાસમાં જ રેપ કર્યો હતો. ત્યારબાદ તે બ્લેકમેઈલ કરવા લાગ્યો કે જો તે બીજીવાર નહીં કરવા દે તો આખી વાત સ્કૂલમાં ફેલાવી દેશે. ડરની મારી વિદ્યાર્થીનીએ પોતાના પર રેપની વાત કોઈને કરી નહીં. જેના કારણે આરોપી વિદ્યાર્થીનું મનોબળ વધી ગયું અને તેણે પોતાના અન્ય સાથી વિદ્યાર્થીઓ દ્વારા પણ વિદ્યાર્થીની પર રેપ કરાવવા લાગ્યો.

આ વાત જયારે શાળાના શિક્ષકો સુધી પહોંચી તો તેમણે આરોપી વિદ્યાર્થીઓને રોકવાની જગ્યાએ પોતે પણ આ જઘન્ય કામમાં સામેલ થઈ ગયાં. એક શિક્ષક અને પ્રાચાર્યએ પણ વિદ્યાર્થીનીનો રેપ કર્યો. આ સિલસિલો અનેક મહિનાથી ચાલતો રહ્યો. ૧૫ વિદ્યાર્થીઓ અને પ્રાચાર્ય સહિત ૨ શિક્ષકોના ગેંગરેપથી દુખી દુખી થયેલી વિદ્યાર્થીની માટે હવે એટલું અસહ્ય થઈ ગયું કે તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ત્યારબાદ પોલીસે ચાર આરોપી વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. બાકીના ૧૩ની શોધ ચાલુ છે.

૧૩ વર્ષના વિદ્યાર્થીનીએ પિતા સાથે શુક્રવારે એકમા પોલીસ સ્ટેશન જઈને ઈન્સ્પેકટર અનુજકુમાર સિંહને પોતાની આપવીતિ જણાવી. સૂચના મહિલા પોલીસ સ્ટેશનને આપીને વિદ્યાર્થીનીનું નિવેદન નોંધવામાં આવ્યું. મહિલા પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ વિદ્યાર્થીનીને પોતાની સાથે જિલ્લા હેડકવાર્ટર લઈને ગઈ. ત્યાં છપરા સદર એસડીપીઓ અજકુમાર સિંહે શાળાના પ્રાચાર્ય ઉદયકુમાર સિંહ, શિક્ષક બાલાજી અને બે વિદ્યાર્થીઓની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલી દીધા. ૧૩ આરોપી વિદ્યાર્થીઓ હાલ ફરાર છે. તેમની ધરપકડ માટે પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે.

(4:53 pm IST)
  • સોમનાથ - પોરબંદર - લોકલ ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા : વાંસજાળીયા રેલ્વે સ્ટેશન પર ટ્રેન આવતાં સમયે બની ઘટના : તમામ યાત્રીઓ સલામત access_time 9:18 pm IST

  • સતત ચોથા દિવસે પણ ગોવામાં ભારે વરસાદ : નાગપુર વિમાની સેવાને અસરઃ ૧૯૯૪ બાદ ગોવામાં સૌથી ભારે વરસાદઃ કોંકણ-વિદર્ભ માટે રેડ એલર્ટ જાહેર કરાયું : પણજી, માપુસા, વાસ્કો અને મડગાવમાં સતત ધોધમાર વરસાદઃ નીંચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘુસ્યા access_time 1:27 pm IST

  • વરસાદે સર્જી જાપાનમાં તારાજી : જાપાનના પશ્ચિમ વિસ્તારમાં જોરદાર પૂર તથા ભેખડો ધસી પડવાને કારણે આશરે ૫૦થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે અને સેકડો લોકો લાપતા થયા છે. મોટાભાગનાં મૃત્યુ હિરોશીમા પ્રદેશમાં થયાં છે. હિરોશીમા પ્રદેશમાં ગુરુવારથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને હજ્જારો ઘરોને નુકસાન થયું છે. આશરે 15 લાખ લોકોને તેમના ઘર છોડીને સલામત સ્થળે જતા રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. હજ્જારો પોલીસ કર્મચારીઓ, ફાયર ફાઈટર્સ અને સૈનિકો શોધ તથા બચાવ કામગીરીમાં જોડાયા છે. આગામી કેટલાક દિવસોમાં વધુ વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે. access_time 11:12 pm IST