Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

અયોધ્યા કેસની સુનાવણી ૧૩ જુલાઈ સુધી મોકૂફ કરી દેવાઈ

મુસ્લિમ પક્ષ તરફથી તર્કદાર દલીલો કરાઈઃ હિન્દુ સંગઠનોની તરફથી રામ જન્મભૂમિ સ્થળને અન્યત્ર ખસેડવાનો પહેલાથી જ ઇન્કાર કરવામાં આવી ચુક્યો છે

નવીદિલ્હી,તા.૬: અયોધ્યા રામજન્મભૂમિ મામલાની આગામી સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે ૧૩મી જુલાઈની તારીખ નક્કી કરી છે. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાના નેતૃત્વવાળી ત્રણ સભ્યોની બેંચની સમક્ષ મુસ્લિમ પક્ષ તરફથી દલીલ રજૂ કરીને તર્કદાર દલીલો કરવામાં આવી હતી. આ દલીલ રજૂ કરતા રાજીવ ધવને કહ્યું હતું કે, મસ્જિદોને મનોરંજન માટે બનાવવામાં આવી નથી. સેંકડો લોકો ત્યાં નમાઝ અદા કરે છે. ધર્મની જરૂરી પ્રથા આને ગણવી જોઇએ નહીં તેવા પ્રશ્નો કરવામાં આવ્યા હતા. આ પહેલા ૧૭મી મેના દિવસે સુનાવણી દરમિયાન હિન્દુ સંગઠનોએ દલીલો આપી હતી કે, બાબરી મસ્જિદ માટે કોઇ ખાસ સ્થાન અને જગ્યાનું કોઇ મહત્વ નથી પરંતુ રામજન્મભૂમિ માટે ધાર્મિક મહત્વ રહેલું છે. હિન્દુઓ માટે તેનું ખાસ મહત્વ છે. આવી સ્થિતિમાં જન્મભૂમિ સ્થળને અન્ય જગ્યાએ ખસેડી શકાય નહીં. આના જવાબમાં રાજીવ ધવને સુપ્રીમ કોર્ટની સમક્ષ આજે તર્કદાર દલીલો કરી હતી. સુપ્રીમ કોર્ટમાં રામ જન્મભૂમિ બાબરી મસ્જિદના મામલાને લઇને સુનાવણી મુદ્દે આજે તમામ લોકોની નજર આજે કેન્દ્રિત થઇ ગઇ છે. સુનાવણી શરૂ થતાંની સાથે જ મુસ્લિમ પક્ષ તરફથી દલીલો રજૂ કરવામાં આવી હતી જેમાં રાજીવ ધવને તર્કદાર દલીલો મુકી હતી. સુપ્રીમ કોર્ટ તરફથી જુદી જુદી પાર્ટીઓ તરફથી રજૂઆત કરવામાં આવી રહી છે. રાજીવ ધવનની દલીલો પ્રભાવશાળી રહી હતી. તે પહેલા હિન્દુ સંગઠન તરફથી પણ તર્કદાર દલીલો કરવામાં આવી હતી. આ સંદર્ભમાં તર્કદાર તલીલો કરવામાં આવી હતી જેમાં રામ જન્મભૂમિ સ્થળને અન્યત્ર ખસેડવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો.

(9:54 am IST)