News of Saturday, 7th July 2018

જમીન અધિગ્રહણ સંશોધન બિલ મુદ્દે મોનસુન સત્ર રહેશે ગરમ :સરકારને ઘેરશે:બિલ પાછું ખેંચવા વિપક્ષો મક્કમ

ઝારખંડ બંધને સફળ ગણાવી વિપક્ષે સરકાર સામે કર્યા પ્રહાર :16મીએ રાજભવન સામે ધરણા

 

રાંચી :જમીન અધિગ્રહણ કાયદા માટે કરવામાં આવેલા સંશોધન મુદ્દે મોન્સૂન સત્ર ગરમ રહે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે સંયુક્ત વિપક્ષે કહ્યું કે, આ લડાઇ ત્યા સુધી ચાલુ રહેશે. જ્યા સુધી સરાકર આ બિલને પાછુ નથી લઇ લેતી કોંગ્રેસ ભવનમા વિપક્ષી દળોની એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં તમામ વિપક્ષી દળોએ આંદોલનને ચાલુ રાખવાની વાત કરી છે. બીજી તરફ સરકારની સહયોગી આજસૂ પ્રમુખ સુદેશ મહતોના સલાહ અંગે નેતા પ્રતિપક્ષ હેમંત સોરેને કહ્યું કે, તેઓ સદનમાં ચર્ચા માટે તૈયાર છે. જો કે સરકાર પહેલા આ બિલને પાછું ખેંચે. 

  જમીન અધિગ્રહણ સંશોધન બિલના વિરોધમાં વિપક્ષે ઝારખંડ બંદનુ આહ્વાહન કર્યું હતું. ઝારખંડ બંધને વિપક્ષી દળોએ ઐતિહાસિક ગણાવતા સફળ જણાવ્યું હતું. બીજી તરફ મુખ્યમંત્રી રઘુવર દાસે નિષ્ફળ ગણાવતા કહ્યું હતું કે, જનતાને બંધને નકારી દેવાયું છે. આ નિવેદનથી વિપક્ષ એકજુટ અને મજબુત દેખાવા લાગી છે. વિપક્ષી દળોએ પહેલીવાર સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારની વિરુદ્ધ ફરીછી મોર્ચો ખોલવાની વાત કહી છે. સાથે જ જમીન અધિગ્રહણ બિલ માટે સરકારને ફરીથી ઘેરવાની તૈયારી કરી રહ્યા છે. નેતા પ્રતિપક્ષ હેમંત સોરેને કહ્યું કે, આ મુદ્દા પર સરકારને માનસૂત્ર સત્રમાં ઘેરવામાં આવશે. સાથે જ 16 જુલાઇના રોજ રાજભવન સામે ઘરણા કરવામાં આવશે. 

  નેતા પ્રતિપક્ષે સરકારની નીતિઓને તાનાાશાહી ગણાવતા કહ્યું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જનતાની સાથે ધોખેબાજી કરી રહ્યા છે. કેન્દ્ર સરકારના સમર્થન મુલ્યના મુદ્દે અપાયેલા નિર્ણયને પણ ખેડૂતોની સાથે છળ ગણાવ્યું હતું. દેશની આ પહેલી સરકાર છે જેણે ખેડૂતો પર જીએસટી લગાવવાનું કામ કર્યું છે. 

(12:00 am IST)
  • વરસાદે સર્જી જાપાનમાં તારાજી : જાપાનના પશ્ચિમ વિસ્તારમાં જોરદાર પૂર તથા ભેખડો ધસી પડવાને કારણે આશરે ૫૦થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે અને સેકડો લોકો લાપતા થયા છે. મોટાભાગનાં મૃત્યુ હિરોશીમા પ્રદેશમાં થયાં છે. હિરોશીમા પ્રદેશમાં ગુરુવારથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને હજ્જારો ઘરોને નુકસાન થયું છે. આશરે 15 લાખ લોકોને તેમના ઘર છોડીને સલામત સ્થળે જતા રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. હજ્જારો પોલીસ કર્મચારીઓ, ફાયર ફાઈટર્સ અને સૈનિકો શોધ તથા બચાવ કામગીરીમાં જોડાયા છે. આગામી કેટલાક દિવસોમાં વધુ વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે. access_time 11:12 pm IST

  • મુંબઇમાં ગઇસાંજ થી આખીરાત ઝરમરથી ભારે ઝાપટાઓ વરસ્યા : અનેક વિસ્તારોમાં પાણી ભરાયાઃ નાગપુરમાં ગઇકાલે જોરદાર વરસી ગયા બાદ સાંજથી વરસાદ નથીઃ આજે શાળા-કોલેજો બંધ access_time 1:27 pm IST

  • મોરબીમાં ઝીકાયો એકાંતરા પાણીકાપ : શહેરની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમમાં પાણી થયું તળિયાજાટક : શહેરીજનોમાં ફેલાયું ઘેરી ચિંતાનું મોજું access_time 9:16 pm IST