Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

બ્રિટનમાં હિન્‍દુ સ્‍કૂલ બંધ થતી અટકાવવા હસ્‍તાક્ષર અભિયાન શરૂ

લંડનઃ બ્રિટનમાં અક્ષર એજ્‍યુકેશન ટ્રસ્‍ટ સંચાલિત સ્‍વામિનારાયણ સ્‍કૂલ ૨૦૨૦ની સાલ સુધીમાં બંધ થવાની હોવાથી તે ચાલુ રાખવા હજારો લોકોની સહી સાથેનું ચેન્‍જ ઓર્ગેનાઇઝેશન અભિયાન શરૂ કરાયું છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

૧૯૯૨ની સાલથી શરૂ થયેલી આ સ્‍કૂલને બંધ થતી રોકવા સ્‍કૂલના છાત્રો તથા વાલીઓ અને અન્‍યોની સહી સાથેના આવેદન પત્રમાં ગયા સપ્‍તાહ સુધીમાં ૩૫૦૦ જેટલા લોકોએ સહી કરી આપી છે. પરંતુ સ્‍કૂલના સંચાલકોના જણાવ્‍યા મૂજબ વિદ્યાર્થીઓની સંખ્‍યા ઘટી રહી છે તેમજ શિક્ષકોની સમસ્‍યાઓ તેમજ અન્‍ય પ્રાથમિક જરૂરીયાતોને ધ્‍યાને લઇ સ્‍કૂલ ચાલુ રાખી શકાય તેમ નથી.

(9:46 pm IST)