Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

સ્વિસ બેંકમાં જમા કરેલ દરેક રકમ કાળુ નાણું નથીઃ આઇટી ડિપાર્ટમેન્ટ દ્વારા કરાયેલ તપાસ દરમિયાન ખુલાસો

નવી ‌દિલ્હીઃ ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટને તપાસમાં માહિતી મળી છે કે, સ્વિસ બેંકમાં જમા રકમ પર ઈન્કમ ટેક્ષ ચુકવવામાં આવ્યો છે. ઈન્કમટેક્ષ રિટર્ન દ્વારા સરકારના સામે આ કહેવામાં આવ્યું છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આઈટી ડીપાર્ટમેન્ટની તપાસમાં ખબર પડી છે કે, સ્વિસ બેંકમાં જમા દરેક રકમ કાળુધન નથી. ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. સૂત્રોના હવાલે મળેલ માહિતી અનુસાર, ઈન્કમ ટેક્ષ રિટર્નમાં કરદાતાઓએ સ્વિસ બેંકમાં જમા રકમ પર જાતે જ ખુલાસો કર્યો છે. આઈટીઆરના એપએ શેડ્યુલમાં સ્વિસ બેંકમાં જમા રકમની માહિતી આપવામાં આવી છે.

શું છે પૂરો મામલો?

- સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ, એસેસમેંટ વર્ષ 2016-17માં સ્વિસ બેંકમાં જમા કુલ 5200 કરોડનો ખુલાસો થયો છે.

- લગભગ 700 લોકોએ ખુદ સ્વિસ બેંકમાં જમા રકમનો ખુલાસો કર્યો છે. ખુલાસો કરનારા લોકોમાં સૌથી વદારે વ્યક્તિગત કરદાતા છે. આ સિવાય બેંક અને કેટલીક કંપનીઓ પણ શામેલ છે.

- આ રકમ આઈટીઆરમાં નોંધાયેલી છે, જેથી આ કાળુધન નથી. સરકારને આશા છે કે, અગામી દિવસોમાં આઈટીઆરમાં અન્ય ખુલાસા પણ થશે.

- ઈન્કમટેક્ષ ડિપાર્ટમેંટ અનુસાર, લિબરલાઈજ્ડ રેમિટેંસ હેઠળ આ પૈસા બહાર મોકલવામાં આવ્યા હતા. સ્કીમ હેઠળ એક વ્યક્તિ 2.5 લાખ ડોલર ગર વર્ષે બહાર મોકલી શકે છે.

(12:00 am IST)