Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ક્રિકેટ સહિત અન્‍ય રમતો ઉપર સટ્ટાને પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ કરી પ્રણાલી હેઠળ નિયમિત કરીને ગતિવિધીના રૂપે પરવાનગી આપવામાં આવેઃ વિધિ પંચની ભલામત

નવી દિલ્‍હીઃ વિધિ પંચ દ્વારા ક્રિકેટ સહિતની રમતોમાં સટ્ટાબાજીને કાયદેસર બનાવવામાં આવે અને પ્રતિબંધથી દેશને નુકસાન થઇ રહ્યું હોવાનું જણાવીને તેમાં ફેરફાર કરવા રિપોર્ટમાં જણાવાયું છે.

વિધિ પંચની રિપોર્ટ 'લીગલ ફ્રેમવર્ક ગૈબલિંગ એન્ડ સ્પોર્ટ્સ બેટિંગ ઈનક્લૂડિંગ ક્રિકેટ ઈન ઈન્ડિયા'માં સટ્ટેબાજીના નિયમન અંતર્ગત તેના કર દ્વારા સરકારની આવક વધારવા કાયદામાં કેટલાક સંશોધનની ભલામણ કરવામાં આવી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સંસદ સટ્ટેબાજીના નિયમન માટે એક આદર્શ કાયદો બનાવી શકે છે, અને રાજ્ય તેને અપનાવી શકે છે. અથવા વૈકલ્પિકરૂપે સંસદ સંવિધાનની કલમ 249 અથવા 252 હેઠળ પોતાના અધિકારનો ઉપયોગ કરી આ મુદ્દે વિધેયક બનાવી શકે છે. જો કલમ 252 હેઠળ વિધેક પસાર કરવામાં આવે તો સહમતિવાળા રાજ્યો સિવાય અન્ય રાજ્ય આને અપનાવવા માટે સ્વતંત્ર રહેશે.

વિધિ પંચે સટ્ટાબાજી કે જુગારમાં શામેલ કોઈ વ્યક્તિનો આધાર અથવા પાનકાર્ડ પણ લિંક કરવાની અને કાળાધનના ઉપયોગને રોકવા માટે રોકડ સહિત લેણ-દેણ કરવાની ભલામણ પણ કરી છે.

આ રિપોર્ટ ચેરમેન જસ્ટિસ ઈએસ ચોહાણે તૈયાર કર્યો છે. તમને જણાવી દઈએ કે, સુપ્રિમ કોર્ટે બીસીસીઆઈ અને બિહાર ક્રિકેટ એસોસિએશન વચ્ચે ચાલી રહેલ મામલામાં સુનાવણી સમયે સટ્ટાબાજીને કાયદાકીય રૂપની સંભાવના પર રિપોર્ટ તૈયાર કરવાનું કહ્યું હતું. વિધિ પંચે પોતાના રિપોર્ટમાં મહાભારતનું પણ ઉદાહરણ આપ્યું છે. આમાં કહેવામાં આવ્યું છે કે, તર્ક છે કે, જો મહાભારતના સમયમાં જુગારને લઈ નિયમ હોત તો યુધિષ્ઠિર પોતાના ભાઈઓ કે પત્નીને દાવ પર ના મુકી શક્યો હોત, અને મહાભારત જ ના થાત.

વર્તમાનમાં માત્ર ઘોડાની રેસ પર જ સટ્ટો રમવાનું કાયદાકીય છે. આના પર 28 ટકા જીએસટી લાગે છે. વિધિ પંચની ભલામણ છે કે, જે રીતે ઘોડાની રેસને કૌશલ રમત હોવાનું કહી છૂટ આપવામાં આવી છે, તે જ રીતે અન્ય કૌશલ આધારિત રમતોને પણ સટ્ટાબાજીના પ્રતિબંધથી દૂર રાખી શકાય છે. સાથે આ રિપોર્ટમાં એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે, જો સટ્ટાબાજી કાયદાકીય થઈ જાય તો તેનો દુરઉપયોગ ન થાય.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ રીતની ગતીવિધિઓ ભારતથી જ સંચાલીત થાય અને તેના માટે કાયદેસરના લાયસન્સ આપવામાં આવે. સટ્ટાબાજી અને જુગારની ગતીવિધિઓને આધાર કે પાનકાર્ડ સાથે જોડી, લેણ-દેણ કરવાની ભલામણ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, સટ્ટાબાજીને કાયદાકીય બનાવવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. ભારતના સટ્ટાબાજી બજારને લઈ અલગ-અલગ અનુમાન છે. 2010ની કેપીએમજી રિપોર્ટ અનુસાર, ભારતનું સટ્ટા બજાર લગભગ 60 બિલિયન ડોલર છે, પરંતુ તાજો આંકડો આના કરતા કેટલોએ વધારે છે.

(12:00 am IST)