Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

તાનાશાહ કિમ જોંગ ઉનનો વિચિત્ર આદેશ

જીન્સ પહેરી વિદેશી ફિલ્મો જોઈ તો મોતની સજા

ઉત્તર કોરિયામાં પસાર કરવામાં આવ્યો અજીબોગરીબ કાયદોઃ ઉલ્લંઘન કરનારને ૧૫ વર્ષ જેલથી લઈને મૃત્યુદંડ સુધીની સજા થઈ શકે છે... : . વિદેશી પ્રભાવને ઓછો કરવા માટે મુકયા છે પ્રતિબંધ. : . અમુક પ્રકારની હેરસ્ટાઈલ પર પણ મુકયો છે પ્રતિબંધ.

પ્યોંગયાંગ, તા.૭: ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને તાજેતરમાં જ એક નવો કાયદો લાગુ કર્યો છે. આ કાયદા અંતર્ગત ઉત્તર કોરિયામાં વિદેશી પ્રભાવને ઓછો કરવા માટે વિદેશી ફિલ્મો, કપડા અને અશિષ્ટ ભાષાના ઉપયોગ પર મૃત્યુની સજાથઈ લઈને જેલની સજા સુધીની જોગવાઈ કરવામાં આવી છે. કિમ જોંગ ઉને એક વ્યકિતને માત્ર એટલા માટે મૃત્યુદંડ ફટકાર્યો કે તે દક્ષિણ કોરિયન ફિલ્મ સાથે જોવા મળ્યો હતો.

યુન મિ સો તે સમયે અગિયાર વર્ષની હતી જયારે ઉત્ત્।ર કોરિયન વ્યકિતને મૃત્યુદંડ ફટકારવામાં આવ્યો હતો. આ દરમિયાન સમગ્ર વિસ્તારને આદેશ આપવામાં આવ્યો હતો કે તે આ આખી પ્રક્રિયા જુએ. મીડિયા સાથેની વાતચીતમાં સોએ કહ્યું કે, જો તમે મૃત્યુની સજા નથી જોતા તો તમારા પર રાજદ્રોહ લાગી જશે. ઉત્ત્।ર કોરિયન ગાર્ડ સુનિશ્યિત કરે છે કે તમામ લોકો જાણી લે કે અશ્લીલ વીડિયોને તસ્કરી કરીને લાવવાથી મૃત્યુની સજા મળી શકે છે.

યુન મિ સો આગળ જણાવે છે કે, મારા માટે તે દ્રશ્ય દ્યણું પીડાદાયક હતું. મારી આંખોમાં પાણી આવી ગયું. ઉત્ત્।ર કોરિયન સૈનિક તે વ્યકિતને ગોળી મારે છે. તમે કલ્પના કરો કે એક એવો દેશ છે જયાં સતત સરકાર તરફથી લોકડાઉન લાગુ કરવામાં આવે છે અને ઈન્ટરનેટ પણ બંધ હોય છે. કોઈ સોશિયલ મીડિયા નથી અને અમુક સરકારી ટીવી ચેનલ જ ચાલે છે જે જણાવે છે કે દેશના નેતા તમને શું કહેવા માંગે છે. આ સ્થિતિ ઉત્ત્।ર કોરિયાની છે.

હવે કિમ જોંગ ઉનના પ્રશાસને પ્રતિક્રિયાવાદી વિચારો વિરુદ્ઘ નવો કાયદો બનાવ્યો છે. જો કોઈની પાસે દક્ષિણ કોરિયા, અમેરિકા અથવા જાપાનની મીડિયા સામગ્રી જોવા મળશે તો તેને ફાંસીની સજા આપવામાં આવશે. આટલું જ નહીં, આ સામગ્રી જોતા કોઈ પકડાઈ જશે તો તેને પંદર વર્ષની સજા થઈ શકે છે. તાજેતરમાં જ કિમે એક પત્ર લખીને કહ્યું કે દેશની યુથ લીગ યુવાઓમાં સમાજવાદ વિરોધી વિચારદારા વિરુદ્ઘ એકશન લે.

કિમ યુવાઓમાં વિદેશી ભાષણ, હેર સ્ટાઈલ અને કપડાના પ્રસારને રોકવા માંગે છે. દક્ષિણ કોરિયાના એક દૈનિક છાપા અનુસાર, આ પ્રકારના કિશોરોને રી-એજયુકેશન કેમ્પમાં મોકલવામાં આવ્યા છે કારણકે તેમણે કોરિયન પોપ સ્ટાર્સ જેવા વાળ કપાવ્યા હતા.

(4:50 pm IST)