Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

કોવેકસીનના મુકાબલે કોવિશીલ્‍ડથી વધુ બને છે એન્‍ટીબોડી

દેશમાં પહેલીવાર બે વેકસીનનો તુલનાત્‍મક અભ્‍યાસઃ શરીરમાં એન્‍ટીબોડી બનાવવામાં કોવીશિલ્‍ડ વધુ અસરકારક હોવાનો થયો ખુલાસો : કોવીશિલ્‍ડ લેનારાના શરીરમાં ૯૮ ટકા અને કોવેકસીન લેનારમાં ૮૦ ટકા એન્‍ટીબોડી મળીઃ જો કે બન્ને વેકસીન કોરોના સામે લડવામાં અસરકારક છે

નવી દિલ્‍હી, તા. ૭ : શરીરમાં વાયરસ વિરૂદ્ધ એન્‍ટીબોડીઝના નિર્માણમાં કોવીશિલ્‍ડ વેકસીન કોવેકસીન કરતા વધુ અસરકારક છે. એક નવા અભ્‍યાસમાં આ પ્રકારનો ખુલાસો થયો છે. જે અંતર્ગત કોવીશિલ્‍ડ માણસના શરીરમાં કોવેકસીન કરતા વધુ એન્‍ટીબોડી બનાવે છે. ૧૨ રાજ્‍યોની ૧૯ હોસ્‍પીટલોમાં કરવામાં આવેલા અભ્‍યાસમાં ખુલાસો થયો છે કે કોવીશિલ્‍ડ રસી લેનારાઓમાં કોવેકસીન લેનાર વ્‍યકિત કરતા એન્‍ટીબોડીનું સ્‍તર વધુ જોવા મળ્‍યુ છે.

બ્‍લેક ફંગસના વધતા મામલાઓ પર કરવામાં આવેલા એક અન્‍ય સંશોધનમાં જણાયુ છે કે સ્‍ટીરોઈડની સાથે સાથે ડાયાબીટીસની દવા ન લેવાથી તેનો ખતરો વધ્‍યો છે. બ્‍લેક ફંગસ દેશના ૨૬ રાજ્‍યોમા ફેલાયેલ છે.

પ.બંગાળ, રાજસ્‍થાન, ગુજરાત અને ઝારખંડની ૬ હોસ્‍પીટલો અને ૧ સ્‍વતંત્ર નિષ્‍ણાંતે સાથે મળી એક અભ્‍યાસ કર્યો હતો. જે અનુસાર કોવેકસીન અને કોવીશિલ્‍ડ બન્ને અસરકારક તો છે જ પરંતુ કોવીશિલ્‍ડ જેમને આપવામાં આવી છે તેમનામાં કોવેકસીનથી વધુ એન્‍ટીબોડી મળી છે. અભ્‍યાસમાં ૫૧૫ સ્‍વાસ્‍થ્‍ય કર્મચારીઓને સામેલ કરાયા હતા જેમાથી ૯૦ને કોવેકસીનના બન્‍ને ડોઝ અપાયા હતા. બન્ને સમુહમાં ૯૫ ટકા સુધી કર્મચારીઓમાં એન્‍ટીબોડી વિકસીત થઈ હતી પરંતુ કોવીશિલ્‍ડ લેનારાઓમાં તેનો દર ૯૮ ટકા અને કોવેકસીન લેનારાઓમા ૮૦ ટકા એન્‍ટીબોડી મળી હતી.

આ અભ્‍યાસ વેકસીનના બન્ને ડોઝ લેવાની મહત્‍વતા પણ જણાવે છે. વેકસીનને લઈને અત્‍યાર સુધી અનેક અભ્‍યાસ થયા છે પરંતુ આ દેશમાં પહેલો અભ્‍યાસ છે જેમા બન્ને વેકસીનની સરખામણી કરવામાં આવી છે.

સ્‍ટડીમાં કહેવામાં આવ્‍યુ છે  કે કોવિશીલ્‍ડ અને કોવેક્‍સીન બન્નેના એન્‍ટી કોરોના વાયરસના રિસ્‍પોન્‍સ સારો છે. પરંતુ સીરોપોજિટિવી રેટ અને એન્‍ટી સ્‍પાઈક એન્‍ટીબોજી કોવિશીલ્‍ડમાં વધારે છે. સર્વેમાં સામેલ ૪૫૬ હેલ્‍થકેર વર્કસનો કોવિશીલ્‍ડ અને ૯૬ની કોવૈકેસીનનો પહેલો ડોઝ આપવામાં આવ્‍યો હતો. પહેલા ડોઝ બાદ ઓવર ઓલ સીરોપોઝિટિવીટી રેટ ૭૩.૯ ટકા રહ્યો.

જો કે સ્‍ટડીના નિષ્‍કર્ષમાં કહેવામાં આવ્‍યુ છે કે બન્ને વેક્‍સીન લગાવી ચૂકેલા હેલ્‍થ કેર વર્કર્સમાં ઈમ્‍યૂન રિસ્‍પોન્‍સ સારો હતો. COVATના ચાલી રહેલી સ્‍ટડીમાં બન્ને રસીનો બીજો ડોઝ લીધા બાદ ઈમ્‍યૂન રિસ્‍પોન્‍સ અંગે વધારે સારી રીતે પ્રકાશ પડી શકે છે. સ્‍ટડીમાં તે હેલ્‍થ વર્કર્સને સામેલ કરવામાં આવ્‍યા ચે જેમને કોવિશીલ્‍ડ અને કોવાક્‍સિન બન્નેમાંથી કોઈ પણ રસી લગાવાઈ હતી. સાથે તેમાથી કેટલાક એવા હતા જેમને સાર્સ - સીઓવી ૨ સંક્રમિત થઈ ચૂક્‍યા હતા. ત્‍યારે કેટલાક એવા પણ હતા જે આ પહેલા આ વાયરસના સંપર્કમાં નહોંતા આવ્‍યા.

(10:05 am IST)