Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

મેરઠના પરતાનપુરમાં યુવતિએ કાકા સાથે મળી પિતાનું ગળુ કાપીને કરી હત્યા : લાશ પણ સળગાવી દીધી

કાકા સાથે આડ સંબંધનો ભાંડો ફૂટતા ઘડાયો હત્યાનો પ્લાન અને અંજામ આપ્યો

મેરઠઃ જિલ્લાના પરતાપુર પોલીસ સ્ટેશનની હદમાં થયેલા હત્યાકાંડનો ખુલાસો કરતાં પોલીસએ મૃતકની દીકરી અને ભાઈની ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે કાકા સાથેના આડા સંબંધોનો વિરોધ કરાતાં આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હતો. આરોપ છે કે દીકરીએ પોતાના કાકા સાથે મળી પોતાના પિતાની અસ્તરાથી ગળું કાપી હત્યા કરી દીધી હતી. હત્યા બાદ પેટ્રોલ છાંટી લાશને બાળી દીધી હતી. ત્યારબાદ બંને ફરાર થઈ ગયા અને હરિદ્વારમાં લગ્ન કરી સાથે રહેવા લાગ્યા. હવે પોલીસે બંનેની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, 28 ડિસેમ્બર 2018ના રોજ થયેલા આશીષ હત્યાકાંડમાં તેમની દીકરી દીપા એન ભાઈ અજયનો હાથ હતો. મૂળે, પત્નીને છોડીને જતી રહેતાં દીકરી દીપા પિતા આશીષની સાથે રીઠાનીમાં એક ભાડાના મકાનમાં રહેતી હતશી. આ દરમિયાન દીપા અને તેના કાકાની વચ્ચે આડા સંબંધો બંધાઈ ગયા, જેનો આશીષ વિરોધ કરતો હતો. 28 ડિસેમ્બર 2018ના રોજ જ્યારે આશીષ કામથી ઘરે પરત ફર્યો તો દીપા અને અજયને આપત્તિનજક સ્થિતિમાં જોઈ લીધા. ત્યારબાદ જોરદાર હોબાળો થયો તો દીપાએ અજયની સાથે મળી પિતાની હત્યા કરી દીધી.

પહેલા અસ્તરાથી ગળું કાપવામાં આવ્યું અને બાદમાં ડંડાથી અનેક ઘા મારવામાં આવ્યા. મોત થઈ જવાની ખાતરી થયા બાદ બંનેએ લાશને નહેરમાં ફેંકવાની યોજના બનાવી, પરંતુ યોજના સફળ ન થઈ શકી. ત્યારબાદ ઘરની બાજુમાં જ ખાલી પ્લોટમાં લાશને પેટ્રોલ છાંટીને સળગાવી દીધી અને બંને ફરાર થઈ ગયા. પોસ્ટમોસ્ટમ રિપોર્ટમાં અસ્તરા અને ડંડાથી 38થી વધુ ઘાની પુષ્ટિ થઈ હતી. હત્યા બાદ બંને લખનઉ પહોંચ્યા અને લગ્ન કરી દીધા. ત્યારબાદ બંને હરિદ્વારમાં રહેવા લાગ્યા.

હત્યા બાદથી જ દીપા અને અજય ફરાર થઈ ગયા હતા. મોબાઇલ બંધ હોવાના કારણે પોલીસને તેમના લોકેશનની ભાળ મળતી નહોતી. ચાર મહિના પહેલા દીપાએ પોતાની માતાને એક નવા નંબરથી ફોન કર્યો. પોલીસે દીપાની માતાનો નંબર સર્વેલન્સમાં મૂકેલો હતો, જેથી તેનું લોકેશન હરિદ્વારમાં મળ્યું હતું. ત્યારબાદ પોલીસની ટીમ હરિદ્વારમાં પહોંચી ગઈ પરંતુ મકાન નહોતું મળી રહ્યું. તેનું કારણ હતું દીપાનું વારંવાર ફોન બંધ કરવું હતું. ત્યારબાદ પોલીસે હરિદ્વારમાં સેનિટાઇઝેશન ડિપાર્ટમેન્ટ હોવાનું કહી ઘરે-ઘરે જઈને ડેટા એકત્ર કરવા લાગ્યા. ત્રણ દિવસ પહેલા દીપાની ઓળખ થઈ અને બંનેની ઝડપી પડાયા.

(2:15 pm IST)