Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

કોરોનાને મહાત આપવા સતર્કતાથી કામ લેવાશે : ઉત્તરાખંડના સી.એમ. ત્રિવેન્દ્રસિંહ રાવતનો દૃઢ નિર્ધાર

નવી દિલ્હી: દેશને દિશા આપનારા ઈન્ડિયા કા DNA E-Conclaveમાં ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતે કહ્યું કે સતર્કતાથી કોરોના મહામારીને હરાવીશું. લોકોની અવરજવરથી સંક્રમણના કેસ વધ્યાં. તેમણે કહ્યું કે પૈસાની કોઈ કમી નથી. તમામ જિલ્લાઓમાં વેન્ટિલેટરની વ્યવસ્થા છે. કૃષિ ક્ષેત્રમાં રોજગાર પર સરકારનું ધ્યાન છે. બીજા રાજ્યોથી લોકોના આવવાથી સંક્રમણ વધ્યું. ખેડૂતોને વ્યાજ વગર એક લાખ રૂપિયાની લોન આપીશું.

અત્રે જણાવવાનું કે દેશને દિશા આપનાર ભારતનો નંબર વન કાર્યક્રમ 'ઈન્ડિયા કા DNA' ઈ-કોન્ક્લેવનું આજે આયોજન થયું છે. કાર્યક્રમમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા, અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ ભાગ લઈ રહ્યાં છે. . કાર્યક્રમની શરૂઆતમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથે કહ્યું કે કોરોના વિરુદ્ધ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર યોગીના નેતૃત્વમાં યોગ્ય સમયે જે નિર્ણય લેવાયો તેનાથી સ્થિતિ ઘણી નિયંત્રણમાં રહી. પ્રધાનમંત્રીજીનું માર્ગદર્શન અમારા માટે મહત્વપૂર્ણ રહ્યું.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથે કહ્યું કે કોરોના વિરુદ્ધ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર યોગીના નેતૃત્વમાં યોગ્ય સમયે જે નિર્ણય લેવાયો તેનાથી સ્થિતિ ઘણી નિયંત્રણમાં રહી. પ્રધાનમંત્રીજીનું માર્ગદર્શન અમારા માટે મહત્વપૂર્ણ રહ્યું.

તેમણે કહ્યું કે કોરોના સંકટમાં કોંગ્રેસ પરિવાર ક્યાંય જોવા મળ્યો નહીં. સંકટમાં તેમની ખલનાયિકીનું ચરિત્ર જોવા મળ્યું. કોંગ્રેસે ક્યાંય બસોની વ્યવસ્થા કરી નહીં. અમે 15 હજારથી વધુ બસોની વ્યવસ્થા કરી. ઔરેયા અકસ્માત પર રાજકારણ ખેલાયું. કોંગ્રેસ શાસિત રાજ્યોએ કોરોના સંક્રમણ વધાર્યું છે.

(2:14 pm IST)