Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

સરકારની માલિકીની કંપની કોલ ઇન્ડીયાએ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ૩ નવી કોલસાની ખાણોમાં કામગીરી આરંભી

ગાંધીનગર : કોરોના વાયરસના કારણે કરાયેલા લોકડાઉનમાં 75 દિવસ સુધી આખુ ગુજરાત બંધ રહ્યું છે. થોડી થોડી છૂટછાટ બાદ હવે ફરી બધુ ધમધમતુ થયું છે. હવે આવતીકાલે 8 જૂને અનલોકનો બીજો રાઉન્ડ શરૂ થવાનો છે. 8 જૂનથી ગુજરાતમાં હોટલો, રેસ્ટોરન્ટ્સ અને મોલ ખૂલવા (Unlock1) જઈ રહ્યાં છે. સરકાર દ્વારા હોટલ, રેસ્ટોરન્ટ્સ અને મોલ ખોલવાની પરમિશન આપી દેવાઈ છે. જોકે, આ માટે ખાસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, જેનુ પાલન કરીને જ આ તમામ બાબતો ખોલવાની પરમિશન આપવામાં આવી છે. આવતીકાલથી હોટેલ, રેસ્ટોરન્ટ્સ અને મોલમાં જનારા લોકોને ટેમ્પરેચર સ્ક્રીનિંગ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. માસ્ક વગર કોઈ પણ વ્યક્તિને આ સ્થળોએ પ્રવેશ આપવામાં નહિ આવે. સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પૂરતુ પાલન કરવું પડશે.

(2:13 pm IST)