Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

સંસદમાં દેવગૌડાની કમબેક થાય તેવા એંધાણ

રાજયસભા ચૂંટણીમાં કર્ણાટકમાં ભાજપને રોકવા માટે કોંગ્રેસ જેડીએસને સમર્થન આપવા તૈયાર

બેંગલુરૂ : પૂર્વ વડાપ્રધાન અને જનતા દળ સેકયુલર (જેડીએસ) ના સુપ્રીમો એચ.ડી. દેવગોડાની ફરીથી સંસદમાં વાપસી થઇ શકે છે. આગામી રાજયસભા ચૂંટણીમાં ભાજપને કર્ણાટકથી એક વધારાની બેઠક લેતા રોકવા માટે કોંગ્રેસ દેવગૌડાને સપોર્ટ કરવા માટે તૈયાર છે.

કોંગ્રેસની રાજયમાં એક બેઠક ઉપર જીત નિશ્ચિત છે અને તેના ઉપર મલ્લીકાર્જુન ખડગેને ઉતારવાની જાહેરાત કરવામાં આવી છે. ખડગેને સંસદના ઉપરી સદનમાં મોકલ્યા બાદ પણ કોંગ્રેસ પાસે ૧૪ મત હશે. સુત્રોના કહેવા પ્રમાણે આ ૧૪ મતનો ઉપયોગ ભાજપને રોકવા માટે કરવામાં આવશે. તેવામાં જેડીએસ સાથે સંભવીત કરાર માટે સ્વીકાર્ય ઉમેદવાર અથવા દેવગોડા સૌથી સારો વિકલ્પ બનશે. જો કે હજી સુધી આ મામલે કોઇ સત્તાવાર વાતચીત થઇ નથી.

(1:00 pm IST)