Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

વિદેશ મંત્રી બન્યા પછી પોતાના પ્રથમ વિદેશ પ્રવાસ પર ભૂતાન પહોચ્યા એસ.જયશંકર

એસ. જયશંકર ભારતના વિદેશમંત્રી નાતે પોતાના પ્રથમ વિદેશ પ્રવાસ પર શુક્રવારના ભુતાન પહોચ્યા. વિદેશ સચિવ રહેલ જયશંકરનું સ્વાગત ભુતાનના વિદેશમંત્રી તાંડી ડોરજીએ કર્યુ. જયશંકર આ યાત્રા દરમ્યાન ભારત-ભુતાન વચ્ચે આગામી ઉચ્ચસ્તરીય આદાન-પ્રદાન, આર્થિક વિકાસ અને પનબિજલી સહયોગ સહિત અનય દ્વિપક્ષીય મુદા પર ચર્ચા કરશે.

(11:17 pm IST)
  • રહેમ કરો સૂર્યદેવતા : રાજકોટ અગનભઠ્ઠી : ૪૨.૫ ડિગ્રી : માથુ ફાડી નાખે તેવા આકરા તાપ સાથે અસહ્ય ઉકળાટ બફારો યથાવતઃ શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા : બફારા વચ્ચે પરસેવો નિતરતા લોકો : ૨૧ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય છે access_time 3:48 pm IST

  • ૨૪ કલાકમાં કેરળમાં ચોમાસુ પગલા માંડશે : ૨૦ જુન પછી ગુજરાતમાં ચોમાસુ બેસશેઃ ગુજરાતના હવામાનમાં પણ પલ્ટો આવ્યોઃ મુંબઇ-સુરતનું વાતાવરણ બદલાતુ જાય છેઃ સુરતના તમામ તાલુકામાં વાદળા ઘેરાયા છે : ડાંગ - આહવા - સાપુતારા - વધઇ - નવસારી - વલસાડ પંથકમાં પણ વાદળાઓ જમાવટ કરતા જાય છે access_time 1:07 pm IST

  • વિપક્ષોને કળ વળી નથી ત્યાં ભાજપ ટૂંક સમયમાં દેશવ્યાપી સભ્યનોંધણી ઝૂંબેશ શરૂ કરશે : લોકસભામાં પ્રચંડ વિજય મેળવ્યાના પગલે હજુ કોંગ્રેસ અને વિપક્ષોને કળ વળે તે પહેલા આગામી મહિનાઓમાં જ ભારતીય જનતા પક્ષ રાષ્ટ્ર વ્યાપી સભ્યપદ ઝૂંબેશ શરૂ કરી રહ્યાનું જાણવા મળે છે access_time 1:08 pm IST