Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

'' મિસ ભારત ન્યુયોર્ક ર૦૧૯'' નો તાજ અલિશા મર્ચન્ટના શિરેઃ રનર્સ અપ તરીકે યુથિકા પટેલ તથા સેકન્ડ રનર્સઅપ તરીકે ધ્વનિકા નારગ વિજેતા

ન્યુયોર્ક :  મિસ ભારત ન્યુયોર્ક ર૦૧૯ ''  અમેરિકાના ન્યુયોર્કમાં ૧૯ મે ર૦૧૯ ના રોજ યોજાઇ ગયેલ સૌંદર્ય સ્પર્ધામાં  મિસ ભારત ન્યુયોર્ક ર૦૧૯ નો તાજ સૌંદર્ય સામ્રાજ્ઞી સુશ્રી અલિશા મર્ચન્ટના શિરે ગયો હતો. જયારે રનર્સ અપ તરીકે સુશ્રી યુથિકા પટેલ, તથા સેકન્ડ રનર્સ અપ તરીકે સુશ્રી ધ્વનિકા નારગ વિજેતા થયા હતા.

આ પ્રસંગે બોલીવુડ અભિનેત્રી શમિતા સેટીએ સ્પેશ્યલ ગેસ્ટ તરીકે તથા એશિયન અમેરિકન લીડર ઇન્ડિયન અમેરિકન શ્રી દિલીપ ચૌહાણએ ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી આપી હતી.  સ્પર્ધાનું આયોજન ડો. શીતલ દેસાઇ તથા સુશ્રી રશ્મિ બેદીના સંયુકત ઉપક્રમે કરાયું હતુ. જેમાં કુલ ૪૮ ર્સ્પધકોએ ભાગ લીધો હતો.

(9:48 pm IST)