Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

અમેરિકાના એરફોર્સમાં જોડાયેલા શીખ યુવાન હરપ્રીતિસિંહને પાઘડી પહેરવાની તથા દાઢી અને લાંબા વાળ રાખવાની મંજુરીનો વિક્રમ

વોશિંગ્ટનઃ  અમેરિકાના એરફોર્સમાં સામેલ થયેલા શીખ યુવાન હરપ્રીતિસિંહ બાજવાને લાંબા વાળ રાખવાની, પાઘડી પહેરવાની  તથા દાઢી રાખવાની મંજુરી આપવામાં આવી છે. જે વાયુસેનામાં સામેલ શીખ માટેનો સૌપ્રથમ બનાવ છે.

શીખ અમેરિકન વેટેરન્સ એલાયન્સ, તથા અમેરિકન સિવીલ લિબર્ટીઝ યુનિયનની ભલામણથી આપવામાં આવેલ આ મંજુરીથી હરપ્રીતિંદરસિંહએ  ખુશી વ્યકત કરી હતી. તથા પોતાની ધાર્મિક લાગણી જાળવી રાખવા બદલી આભાર માન્યો હતો. તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(9:48 pm IST)