Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

યુપીમાં આંધી અને તોફાનથી ૧૯ના મોત : હજારોને અસર

અસરગ્રસ્ત જિલ્લાઓમાં મંત્રીઓ પહોંચશે : મૈનપુરી સૌથી વધુ નુકસાન : રાહત અને બચાવ કામગીરી અંગે માહિતી મેળવવા છ પ્રભારી મંત્રીઓને આદેશ કરાયો

લખનૌ, તા. ૭ : ઉત્તર પ્રદેશના જુદા જુદા વિસ્તારોમાં આંધી તોફાન અને વીજળી પડવાના પરિણામસ્વરૂપે ઓછામાં ઓછા ૨૦ લોકોના મોત થયા છે અને હજારો લોકોને અસર થઈ છે. પ્રદેશની બચાવ કામગીરી ઓફિસ દ્વારા આ મુજબની માહિતી આજે આપવામાં આવી હતી. મૈનપુરીમાં સૌથી વધારે નુકસાન થયું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બચાવ અને રાહત કામગીરી અંગે માહિતી મેળવવા છ મંત્રીઓને આદેશ કર્યો છે. ગુરુવારે મોડી સાંજે એકા એક પ્રચંડ તોફાન સાથે વાવાઝોડુ ફુકાયુ હતું. અનેક જગ્યાએ વૃક્ષો ધારાશાયી થઈ ગયા હતા. આ ગાળા દરમિયાન મકાનોની દિવાલો પડી ગઈ હતી. બચાવ અને રાહત કામગીરી ખરાબ હવામાન હોવાના લીધે તરત હાથ ધરાઈ ન શકી હતી. મૈનપુરીમાં સૌથી વધુ છ લોકોના મોત થયા છે. જ્યારે કાંસગંજમાં ત્રણ લોકોના મોત થયા છે. એટામાં પણ ત્રણ લોકોના મોત થયા છે. આ ઉપરાંત મથુરા, ગાજિયાબાદમાં પણ એક એક વ્યક્તિનું મોત થયું છે. મળેલી માહિતી મુજબ, ઘાયલ થયેલા ૪૧ લોકોને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એકલા મૈનપુરીમાં ૪૧ લોકો ઘાયલ થયા છે. અન્ય વિસ્તારોમાં ઘાયલ થયેલા લોકોની માહિતી મળી શકી નથી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંબંધિત જિલ્લાના અધિકારીઓને તરત પહોંચી જવા અને રાહત કામગીરીમાં ભાગ લેવા આદેશ કર્યો છે. પ્રવક્તાએ કહ્યું છે કે, એટાના પ્રભારી મંત્રી અતુલ ગર્ગે પણ પહોંચી ગયા છે. મોનસુનની રાહ જોવામાં આવી રહી છે ત્યારે ઉત્તર પ્રદેશમાં એકાએક ભારે પવનના કારણે ભારે નુકસાન થયું છે. અનેક જગ્યાએ વૃક્ષો તુટી પડતા કાચા મકાનોને નુકસાન થયું છે. આંધી અને તોફાનના કારણે ભારે અંધાધુની ફેલાઈ ગયી હતી. બચાવ અને રાહત કામગીરીમાં સામે લોકો અંગે હજુ સુધી કોઈ પણ પ્રકારની માહિતી બનાવના સંદર્ભમાં આપી નથી.

(9:24 pm IST)