Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

નેપાળમાં થતાં લગ્નોમાં દર 10 પૈકી 1 બાળવિવાહ હોય છે : યુનિસેફ દ્વારા કરાયેલા વિશ્વના 82 દેશોના સર્વેમાં જાણવા મળ્યા મુજબ આફ્રિકામાં બાળલગ્નનું પ્રમાણ 28 ટકા અને નેપાળમાં 10 ટકા

ન્યુદિલ્હી : નેપાળમાં થતાં  લગ્નોમાં દર 10 પૈકી 1 બાળવિવાહ હોય છે.જે 18 વર્ષથી નીચેની વયના બાળકોના થાય છે. યુનિસેફ દ્વારા કરાયેલા વિશ્વના 82 દેશોના સર્વેમાં જાણવા મળ્યા મુજબ આફ્રિકામાં બાળલગ્નનું પ્રમાણ 28 ટકા,નિકારાગુઆમાં 19 ટકા,મડાસાગરમાં 13 ટકા અને નેપાળમાં 10 ટકા છે.

82 દેશો પૈકી પ્રથમ 10 દેશોમાં નેપાળ દસમા ક્રમે છે.

(7:42 pm IST)
  • વિપક્ષોને કળ વળી નથી ત્યાં ભાજપ ટૂંક સમયમાં દેશવ્યાપી સભ્યનોંધણી ઝૂંબેશ શરૂ કરશે : લોકસભામાં પ્રચંડ વિજય મેળવ્યાના પગલે હજુ કોંગ્રેસ અને વિપક્ષોને કળ વળે તે પહેલા આગામી મહિનાઓમાં જ ભારતીય જનતા પક્ષ રાષ્ટ્ર વ્યાપી સભ્યપદ ઝૂંબેશ શરૂ કરી રહ્યાનું જાણવા મળે છે access_time 1:08 pm IST

  • રાજસ્થાન, મધ્યપ્રદેશ અને વિદર્ભમાં ત્રણ-ચાર દિ' હિટવેવની આગાહી : હરીયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ અને પશ્ચિમ યુ.પી.માં તોફાની પવન સાથે ગાજવીજ સાથે વરસાદની આગાહી : ભારતીય હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી ૩ થી ૪ દિવસ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને વિદર્ભમાં જોરદાર હિટવેવની શકયતા છે. જયારે હરીયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં ધુળની આંધી અને કેટલીક જગ્યાઓએ ૩૦ થી ૪૦ કિમીની ઝડપે પવન ફુંકાવાની સાથે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે access_time 3:20 pm IST

  • ગુજરાતમાં સૌપ્રથમ વાર અમદાવાદના મેયરે-મ્યુનિસીપલ કમિશ્નર ઉપયોગમાં લેશે ઇલેકટ્રીક કાર ટાટા કંપનીની ઇલેકટ્રીક કાર જેની કિંમત ૧૨ લાખની છે તેવી બે ઇલેકટ્રીક કાર અમદાવાદ કોર્પોરેશને ખરીદીઃ એક વખત ફુલ ચાર્જ થયા બાદ ૧૨૦ કિલોમીટર સુધી ચાલશેઃ મેયર અને કમીશ્નર આ ઇલેકટ્રીક કારનો ઉપયોગ કરશે access_time 3:59 pm IST