Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

રાહુલ બે દિવસ વાયનાડની મુલાકાતેઃ લોકોનો આભાર વ્યકત કરશે

અમેઠીમાં મળેલી હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે પોતાના મત વિસ્તાર વાયનાડની મુલાકાતે જવાના છે. તેઓ બે દિવસ સુધી વાયનાડની મુલાકાતે જવાના છે. તેઓ બે દિવસ  મતદારો સાથે વિવિધ મુદે ચર્ચા પણ કરશે.

રાહુલ ગાંધીની પોતાના ગઢ અમેઠીમાં હાર થઇ અને વાયનાડ બેઠક પરથી તેઓ ચુંટણી જીત્યા છે. અમેઠી  બેઠક કોંગ્રેસનો ગઢ છે. જયાં ભાજપના સાંસદ સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધીને હરાવ્યા છે.

(4:17 pm IST)