Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

નેપાળમાં હિમાલયન વાયેગ્રા વિણવા ગયેલી મહિલા સહિત આઠના મોત

કાઠમંડુ, તા.૭, નેપાળના ડોલપા જિલ્લામાં હિમાલિયન વાયેગ્રા તરીકે ઓળખાતી અને જવલ્લેજ મળતી એક ઔષધી યરસાગુંબા ફુગને વીણવા ગયેલા ઓછામાં ઓછા આઠ લોકો માર્યા ગયા હતા. કામોતજક ગુણના કારણે ખૂબ માગ ધરાવતી યરસાગુંબા માત્ર હિમાલય પર્વતમાં ૧૦,૦૦૦ ફુટની ઉંચાઇ એ મળે છે.

ગયા સપ્તાહે આ ઔષધીને વિણવા ગયેલા ઓછામાં ઓછા આઠ માણસો ગુજરી ગયા હતા, એમ પોલીસે કહ્યું હતું. માર્યા ગયેલાઓ પૈકી પાંચ જણા ઉંચાઇની માંદગીના કારણે વીણતી વખતે જયારે બે જણા અતિ મોંદ્યી ઔષધીને તોડતી વખતે પગ લપસતા માર્યા ગયા હતા.

આ ઔષધી વિણી રહેલા એક મહિલા સાથે ગયેલું તેનું બાળક પણ ઉંચાઇના કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી પડતા મૃત્યું પામેલ, એમ પોલીસે ઉમેર્યું હતું.દર ઉનાળામાં દૂર દૂરથી લોકો આ મોંઘી ઔષધીને વિણવા માટે આવે છે જેની એશિયા અને અમેરિકાના બજારમાં કિમત એક ગ્રામની આશરે એક સો ડોલર હોય છે.

યરસાગુંબાને વિણનારાઓ માટે સ્થાનિક સતાવાળાઓ વિવિધ જગ્યાએ આરોગ્ય શિબિરોનું આયોજન કરે છે. આ શિબિરોમાં આશરે એકાદ ડઝન લોકો સારવાર લે છે.યરસાગુંબા એક અનોખી ઔષધી ફુગ છે જે માટીમાં લારવા આવી જાય ત્યારે જ ઉગે છે. કાઠમંડુથી ઉતર-પશ્ચિમે ૬૦૦ કિમી દૂર આવેલા ડોલપા જિલ્લામાં આને વિણવા માટે ૭૦ કરતાં વધુ ઉચ્ચ જગ્યાએ ઘાસના મેદાન છે.

(4:16 pm IST)