Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

શ્રીલંકામાં ૪,૦૦૦ બૌદ્ધ મહિલાઓની ગુપ્ત રીતે નસબંધીથી ખળભળાટ

પોલીસે એક ડોકટર સેગુ શિહાબદીન મહોમ્મદની ધરપકડ કરી છે

કોલંબો, તા. ૧: શ્રીલંકામાં એક મુસ્લિમ ડોકટર દ્વારા ચાર હજાર બૌદ્ઘ મહિલાઓની ગુપ્ત રીતે નસબંધીના દાવાથી તણાવ ફેલાયો છે. એક સમાચાર પત્રએ દાવો કર્યો હતો કે ડોકટરે ઓપરેશનથી બે બાળકોને જન્મ આપનારી મહિલાઓની ગુપ્ત રુપે નસબંધી કરી છે. જો કે આ રિપોર્ટની સ્વતંત્ર રીતે પુષ્ટી થઈ શકી નથી.

શ્રીલંકાના સમાચારપત્ર દિવાઈનાએ ૨૩ મેના રોજ આ દાવો કરતા પોતાના પહેલા પેજ પર રિપોર્ટ છાપ્યો હતો. સમાચારપત્ર પોતાના રિપોર્ટમાં કથિત રીતે નસબંધી કરનારા ડોકટરની ઓળખ છતી નથી કરી, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે તે પ્રતિબંધિત આતંકી સંગઠન નેશનલ તૌહીદ જમાતનો સભ્ય પણ છે, જેના પર ઈસ્ટરના મોકા પર ચર્ચે અને હોટલોમાં બોમ્બ વિસ્ફોટ કરવાનો આરોપ છે.

દિવાઈનાના એડિટર ઈન ચીફ અનુસાર સોલોમોંસે જણાવ્યું કે તેમના સમાચાર પત્રએ આ સમાચાર પોલીસ અને હોસ્પિટલના સુત્રોના આધારે છાપ્યા છે. એક મુસ્લિમ ડોકટર પર જબરદસ્તી અથવા ચોરીથી બૌદ્ઘ મહિલાઓની નસબંધી કરવાના આરોપ દ્વિપીય દેશોમાં લોકોને ભડકાવનારા સાબિત થઈ શકે છે. આપને જણાવી દઈએ કે શ્રીલંકામાં બહુસંખ્યક બોદ્ઘ ધર્મના કટ્ટરપંથી મુસ્લિમો પર પોતાની આબાદીને તેજીથી વધારવાનો આરોપ લગાવે છે. ત્યારે આવામાં બૌદ્ઘ મહિલાઓની નસબંધીના સમાચાર હિંસાને જન્મ આપી શકે છે.

આ સમાચાર આવ્યા કે તુરંત જ પોલીસે એક ડોકટર સેગુ શિહાબદીન મહોમ્મદની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે ડોકટર પર સંદિગ્ધ પૈસાથી પ્રોપર્ટી ખરીદવાનો આરોપ છે. પોલીસ નસબંધીના દાવાઓ મામલે પણ તપાસ કરી રહી છે અને તેમનું કહેવું છે કે આવી મહિલાઓને સામે આવવું જોઈએ, જે શિકાર થઈ છે. પોલીસના પ્રવકતા રુવાન ગુણાશેખરાને જણાવ્યું કે શફી પર મની લોન્ડ્રિંગ એકટ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે, પરંતુ તેમણે શફી પર કોઈ પ્રકારના નાણાકિય અપરાધના આરોપો અને નસબંધીના દાવાઓ પર કંઈપણ કહેવાથી ઈનકાર કર્યો છે.

(3:36 pm IST)