Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

માર્કસવાદી સામ્યવાદી પક્ષની આજે બેઠકઃ પેચુરી રાજીનામું આપશે ?

કોલકત્તા : પશ્ચિમ બંગાળમાં એક સમયે દાયકાઓ સુધી શાસન કરનાર માર્કસવાદી સામ્યવાદી પક્ષનું અસ્તિત્વ આજે ભૂંસાઇ રહ્યું છે. ર૦૧૪ માં માર્કસવાદી પક્ષને ર૯.૯ ટકા મત મળેલ છે ર૦૧૯ માં માત્ર ૭.૪૬ ટકાએ પહોંચી ગયેલ છે જયારે ર૦૧૪માં ૧૭.૦ર ટકા મતદાતાઓનો શેર ધરાવતો ભાજપ ર૦૧૯ માં ૪૦.રપ ટકા જેવો તોતીંગ મત શેર ધરાવે છે.

આજથી બે દિવસ માટે સીપીએમની દિલ્હીમાં બેઠક મળી રહે છે. સંગઠન મજબુત બનાવા ચર્ચા થશે સાથો સાથ પક્ષના મહામંત્રી સીતારામ પેચૂરી પરાજયની જવાબદારી સ્વિકારી રાજીનામુ આપે તેમ મનાય છે. જો કે રાજીનામુ સ્વિકારાશે નહિ તેમ જાણવા મળે છે. ર૦૦૪ માં સામ્યવાદીઓ પાસે ૪૩ બેઠક હતી આજે લોકસભામાં માત્ર ૩ બેઠક તેમની રહી છે.

(3:28 pm IST)