Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

ઇતિહાસ રચતા જગન મોહન રેડ્ડી

આંધ્રમાં એક-બે નહિ પાંચ નાયબ મુખ્યમંત્રી

અનુ.જાતી, અનુ.જનજાતી, પછાત, લઘુમતી અને કાપુ સમુદાયમાંથી લેશે

નવી દિલ્હીઃ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ પાંચ નાયબ મુખ્યમંત્રી નિયુકત કરવાનો નિર્ણય કર્યો છે. જે અનુસુચીત જાતી, અનુસુચીત જનજાતી, પછાત અને લઘુમતી અને કાપુ સમુદાયમાંથી હશે. આજે પક્ષની બેઠકમાં રેડ્ડીએ તેમની યોજનાઓ વિશે જણાવ્યું. દેશમાં એવું પ્રથમવાર બનશે કે કોઇ કેબીનેટમાં પાંચ નાયબ મુખ્યમંત્રી હશે. આ પાંચ લોકોમાંથી બે ભુતપુર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ માટે પણ કામ કરી ચુકયા છે. જે પછાત જ્ઞાતિ અને કાપુ સમુદાયમાંથી છે.  તેઓએ કહયું કે તે અઢી વર્ષ બાદ કેબીનેટમાં ફેરબદલ કરશે. તેઓએ પક્ષના વિધાયકોને લોકોની ફરીયાદો પ્રત્યે ધ્યાન આપવાનું કહયું. સાથે જ કહયું કે લોકો તેના પ્રદર્શનને નજીકથી જોઇ રહયા છે. રેડ્ડીનું કહેવું છે કે તે ભુતપુર્વ સરકાર અને હજુ પણ સરકારના વચ્ચેના અંતરને જોવા માંગે છે.

(3:18 pm IST)