Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

દુબઈમાં બસ દુર્ઘટનામાં 8 ભારતીયો સહીત 17 લોકોના મોત :વિદેશ મંત્રાલય નૃતકોના પરિવાર સાથે સંપર્કમાં

ઓમાનથી ઈદ મનાવી પાછા ફરતા રાશિદિયા એક્ઝિટ બાદ શેખ મોહમ્મદ બિન ઝાયદ રોડ પર મેટ્રો સ્ટેશન નજીક દુર્ઘટના

દુબઈમાં એક બસ દૂર્ઘટનામાં 8 ભારતીયોના મોત નિપજ્યા છે  દૂબઈ સ્થિત ભારતીય કોન્સ્યુલેટ દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે તે સતત મૃતકોને પરિવારવાળા સાથે સંપર્કમાં છે. વિદેશ મંત્રાલયે જણાવ્યુ છે કે અમુક પીડિતોના સંબંધીઓ સાથે સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમને વધુ માહિતી આપવાની રાહ જોવાઈ રહી છે.

 ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યુ છે કે તેમને લોકલ ઑથોરિટીઝ તરફથી જાણકારી આપવામાં આવી હતી કે એક બસ દૂર્ઘટનામાં અમુક ભારતીયોના મોત નીપજ્યા છે. દૂર્ઘટના બાદ જ્યાં ચાર ભારતીયોને ફર્સ્ટ એડ આપીને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે ત્યાં ત્રણનો ઈલાજ રાશિદ હોસ્પિટલમાં ચાલુ છે. મૃતકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. દુબઈ પોલિસ તરફથી અપાયેલી માહિતીમાં જણાવવામાં આવ્યુ છે કે માર્ગ અકસ્માતમાં કુલ 17 લોકોના મોત નીપજ્યા છે. આ બધા લોકો ઈદની રજા મનાવીને પાછા ફરી રહ્યા હતા અને બસ ઓમાનથી આવી રહી હતી.

 દૂર્ઘટના રાશિદિયા એક્ઝિટ બાદ શેખ મોહમ્મદ બિન ઝાયદ રોડ પર સાંજે 5.40 મિનિટે થઇ હતી દુબઈ પોલિસ તરફથી ટ્વીટ કરીને બતાવવામાં આવ્યુ છે કે જે સમયે બસ ટ્રાફિક સિગ્નલ નજીક પહોંચી તે સમયે મેટ્રો સ્ટેશન નજીક આ દૂર્ઘટના બની. જે લોકો માર્યા ગયા છે તે મોટાભાગે બીજા દેશોના રહેવાસી છે. બસમાં 31 લોકો સવાર હતા.

(12:19 pm IST)