Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

મજુરો કરતાં પણ વધુ કામ કરે છે નોકરીયાતો

મજુરો સપ્તાહમાં ૪૯ કલાક કામ કરે છે તો નોકરીયાતોને ૬૦ કલાક કામ કરવું પડે છે :મહિલાઓ ૫૨.૭ કલાક કામ કરે છેઃ ચોંકાવનારો સર્વે જારી થયો

નવીદિલ્હી, તા.૭: દેશમાં નોકરી કરતા લોકોને સૌથી વધુ કામ કરવું પડે છે. જયારે મજુરો તેનાથી અપેક્ષાકૃત ઓછુ કામ કરવું પડે છે નેશનલ સેમ્પલ સર્વ ઓગેનાઇજેશનના સવેમાં તેનો ખુલાસો થયો છે.સર્વેક્ષણના જણાવ્યા મુજબ  શહેરોમાં નોકરીયાત પુરૂષોને સપ્તાહમાં અંદાજે ૬૦ કલાક કામ કરવું પડે છે જયારે મજુર દર સપ્તાહે ૪૯ કલાક અને સ્વરોજગારમાં લાગેલા શહેરી લોકો ૫૭ કલાક કામ કરે છે. હાલમાં આ રીપોર્ટના જણાવ્યા મુજબ સપ્તાહમાં શહેરી નોકરીયાત પુરૂષ જયાં ૬૦.૩ કલાક કામ કરે છે. બીજીબાજુ મહિલાઓને થોડી રાહત છે તેમને અંદાજે ૫૨.૭ કલાક કામ કરવું પડે છે.નેશનલ સેમ્પલ સર્વે આગેનાઇઝશનના એક આકડા ૨૦૧૭-૧૮ની ચાર તિમાહી દરમ્યાન એકત્ર કરવામાં આવ્યા હતા. દરેક તિમાહીના પરિણામો અંદાજે એક જેવા જ આવ્યા છે.પુરૂષોની સરખામણીમાં મહિલાઓને ઓફિસના કામમાં થોડી રાહત જોવા મળી છે. ગ્રામીણ ક્ષેત્રોમાં પુરૂષ મહિલાઓથી અંદાજે આઠ કલાકથી વધુ કામ કરે છે. પુરૂષ ૫૮.૧ કલાક  મહિલાઓ સપ્તાહમાં ૫૦.૧ કલાક કામ કરે છે તેમ છતા પુરૂષો તેમજ મહિલાઓને કામના કલાકો અન્ય કારીગરોની તુલનામાં વધુ છે.

(11:53 am IST)