Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

પતિની ૩૦ ટકા સેલેરી પર પત્નીનો હકઃ દિલ્હી હાઇકોર્ટ

જીવનનિર્વાહ ખર્ચ મામલે કોર્ટનો મહત્વનો ચુકાદો

નવીદિલ્હી, તા.૭: દિલ્હી હાઇકોર્ટ કહ્યું છે કે પતિની કુલ સેલેરીનો એક તૃંતીયાશભાગ પત્નીને જીવનનિવાહ ખર્ચ તરીકે આપવામા આવે કોટે કહ્યું કે આવકની ફાળવણીનું ફોર્મ્યુલા નકકી છે તેના હેઠળ નિયમ છે કે જો કોઇ અન્ય નિર્ભરના હોય તો પતિની કુલ સેલેરીના બે ભાગ પતિની પાસે અને એક ભાગ પત્નિને આપવામાં આવશે. કોટે અરજીકર્તા મહિલાની અરજી પર નિર્ણય સંભળાવીને આદેશ આપ્યો છે કે મહિલાને પતિની સેલેરીમાંથી ૩૦ ટકા મળે.

આ મહિલાના લગ્ન ૭મે ૨૦૦૬ના રોજ થયા હતા. તેમના પતિ સીઆઇએસએફમાં ઇન્સ્પેકટર છે. ૧૫ ઓકટોબર ૨૦૦૬ના રોજ બંને અગલ થઇ ગયા ત્યારબાદ મહિલાએ જીવનનિર્વાહ ખર્ચ માટે અરજી આપી. ૨૧ ફેબ્રઆરી ૨૦૦૮ના રોજ મહિલાનો જીવનનિર્વાહ ખર્ચ નકકી કરવામા આવ્યો તેના હેઠળ તેમના પતિને આદેશ આપવામા આવ્યો કે તેે તેમની કુલ સેલેરીનો ૩૦ ટકા ભાગ પત્નીને આપે. આ નિર્ણયને મહિલાના પતિએ પડકાયો ટ્રાપલ કોર્ટ જીવનનિર્વાહ ખર્ચના ૩૦ ટકાથી છટાડીને સેલેરીના ૧૫ ટકા કરી દીધા ત્યારે આ નિર્ણયને મહિલાએ દિલ્હી હાઇકોર્ટમાં પડકાયો.

મહિલાના વકિલે દલીલે આપી કે ટ્રાયલકોર્ટ જીવનનિર્વાહ ખર્ચે ૧૫ ટકા કરી દીધો અને કોઇ યોગ્ય કારણ જણાવ્યુ નહી બીજીબાજુ પતિએ દલીલ કરી કે મહિલા ખાતાની વિગત જણાવે અને સ્પષ્ટ કરે કે એકાઉન્ટમાં કયા સ્ત્રોતથી પૈસા આવ્યા.

ખરેખર, પૈસાની ફાળવણીની ફોર્મ્યુલા નકકી છે. આ જ કારણે ૩૦ ટકા જીવનનિર્વાહ ખર્ચ મહિલાને આપવાનું કહેવામા આવ્યું હતું. કોર્ટ આદેશ આપ્યો છે. તેઓ સેલેરીમાંથી ૩૦ ટકા કાપીને સીધા પત્નીને મોકલે.

(11:52 am IST)