Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

મહારાષ્ટ્રના કોલ્હાપુર, સાંગલી, સતારામાં વરસાદઃ નાગપુરમાં હળવા ઝાપટા

સિંધુદુર્ગ અને રત્નાગીરીમાં પણ છુટોછવાયો વરસાદઃ દક્ષિણ કોંકણ વિસ્તારથી લઈને ગોવા સુધીત્રણ દિવસમાં વરસાદ પડશે

મુંબઈ : પ્રિ મોનસુન એકિટવિટીના ભાગરૂપે દેશના જુદા જુદા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે સ્કાયમેટના અહેવાલ મુજબ મહારાષ્ટ્રના સાંગલી, કોલ્હાપુરમાં વરસાદ વરસ્યો હતો જયારે નાગપરુમાં હળવા ઝાપટા જોવા મળ્યા હતા. મહારાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી છુટ્ટો છવાયો વરસાદ થયો છે. જયારે રાજયના સોલાપુરમાં છેલ્લા ૨૪ કલાકમાં હળવો વરસાદ નોંધાયો છે.

સ્કાયમેટ મુજબ મહારાષ્ટ્રમાં પ્રિ-મોનસૂન એકિવટીએ જોર પકડતા રાજયના અન્ય વિસ્તારોમાં પણ હજુ વરસાદ પડે તેવી વકી છે. રાજયના દક્ષિણ કોંકણ વિસ્તારથી લઈને ગોવા સુધી અને દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રમાં પણ આગામી ત્રણ દિવસમાં વરસાદ જોવા મળશે. મહારાષ્ટ્રના સિંધુદુર્ગ અને રત્નાગીરીમાં પણ વરસાદના એક બે છુટ્ટા છવાયા સ્પેલ જોવા મળી શકે છે. જયારે આગામી ૨૪થી ૪૮ કલાક દરમિયાન સાંગલી, સતારા, કોલ્હાપુરમાં મધ્યથી હળવો વરસાદ વરસી શકે છે.

(11:52 am IST)