Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

નવા પ્લાન-નવી ઓફરો

BSNL દ્વારા 4G સર્વિસનું લોન્ચીંગ હવે એકસેસ કરી શકાશે હાઇ સ્પીડ ઇન્ટરનેટ

નવી દિલ્હી, તા.૭: સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ પોતાના સબ્સક્રાઈબર્સ માટે કેટલાક નવા પ્લાન અને ઓફર લઈને આવી છે. હવે કંપનીએ BSNL 4G Plus સર્વિસ પણ લોન્ચ કરી છે. ટેલિકોમ ટોકના રિપોર્ટ મુજબ આ સર્વિસની મદદથી BSNL યુઝર્સ દેશમાં રહેલા બીએસએનએલ Wi-Fi હોટસ્પોટની મદદથી ઈન્ટરનેટ એકસેસ કરી શકશે.

યુઝર્સ જયારે પણ BSNL Wi-Fi હોટસ્પોટની રેંજમાં આવશે તો સરળતાથી Wi-Fi દ્વારા ઈન્ટરનેટ એકસેસ કરી શકશે. આ માટે તેમને 4G નેટવર્કની જરુર નહીં પડે. 4G પ્લસ સર્વિસની મદદથી યુઝર્સ BSNL Wi-Fi નેટવર્કને પોતાના નેટવર્ક તરીકે ઉપયોગ કરી શકે છે.

BSNL 4G Plus સર્વિસ બે રીત ઉપયોગ કરી શકાશે. પહેલી રીત છે Extensible Authentication Protocol (EAP) દ્વારા નંબરને એકિટવેટ કરવાનો અને બીજી રીત Non-EAP રીતે નંબર એકિટવ કરવાનો. Non-EAP રીતથી લેપટોપ અને ટેબલેટ દ્વારા નંબરને એકિટવેટ કરી શકાશે.

EAP નંબને એકિટવેટ કરવા માટે ડિવાઈસનું Wi-Fi ઓન કરો. તે પછી BSNL 4G Plus SSID સિલેકટ કરો. આમ કર્યા પછી સિમ ઓથેંટિકેશન માટે ઈએપીને સિલેકટ કરીને BSNL સિમ સ્લોટ પર ટેપ કરો. ઓથેંટિકેશન બાદ નેટવર્કને જોઈન કરવા માટે કનેકટ પર કિલક કરી દો.

Non-EAP ડિવાઈસ પર સૌથી પહેલા Wi-Fi ઓન કરો. આ પછી જેના પર લોગઈન પિન રિસીવ કરવા માગતા હોવ તેના પર BSNL 4G Plus SSID સિલેકટ કર્યા પછી મોબાઈલ નંબર એન્ટર કરો. આ પછી મોબાઈલ પર રિસીવ કરેલા પીનને સ્ક્રીન પર એન્ટર કરીને લોગઈન કરી શકો છો. જણાવી દઈએ કે, Wi-Fi નેટવર્ક પર તમે ડેટા પોતાના નંબર પર એકિટવેટ પ્લાન પ્રમાણે કરી શકશો.

એપથી સેવાને એકિટવેટ કરવા માટે સૌથી પહેલા BSNL 4G Plus ડાઉનલોડ કરો અને ઈન્સ્ટોલ કરવું પડશે. એપ માટે ઈન્સ્ટોલ થવા પર યુઝર્સ પોતાના BSNL નંબરની મદદથી સાઈન-ઈન કરી શકો છો. અહીં ધ્યાન રાખો કે આ સેવા એકિટવેટ કર્યા પછી ફોનના ફર્સ્ટ સ્લોટમાં BSNL સિમ હોવું જોઈએ. આ પછી BSNL મોબાઈલ યુઝર્સ ઓફલોટ પર કિલક કરીને BSNL 4G Plus પર લોગ ઈન કરી શકે છે.

(10:39 am IST)