Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

પહેલીવાર અસકયામતો જાહેર

પશુપતિનાથ મંદિરનો ખજાનોઃ ૯.૨૭૬ કિલો સોનુ-૩૧૬ કિલો ચાંદીઃ ૧૨૦ કરોડ રોકડાઃ ૧૮૬ હેકટર ભૂમિ છે

કઠમંડુ, તા.૭: નેપાળના જગવિખ્યાત પશુપતિનાથ ટેમ્પલ પાસે ૯.૨૭૬ કિલો સોનું, ૩૧૬ કિલો ચાંદી અને ૧૨૦ કરોડ રૂપિયા રોકડ રકમ છે. દેશના સૌથી પવિત્ર તથા સૌથી ધનિક ગણાતા આ હિન્દુ મંદિરની અસ્કયામતોના અભ્યાસ માટે રચવામાં આવેલી સમિતિ દ્વારા પહેલી જ વાર આ વિગતો વિશેનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો.

પશુપતિ એરિયા ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા આ મંદિરની આવકની ચકાસણી માટે રચાયેલી તપાસ સમિતિના જણાવ્યા મુજબ સોના તથા ચાંદીના આ જથ્થાની આવક ૧૯૬૨દ્મક ૨૦૧૮ સુધીના ૫૬ વર્ષના સમયગાળાની છે. આ વિગતો ટ્રસ્ટના એકિઝકયૂટિવ ડિરેકટર રમેશ ઉપરેટીએ આપી હોવાનું કઠમંડુના એક અખબારમાં જણાવાયું હતું.

પશુપતિનાથ (ભગવાન શિવ)ના આ મંદિરના ૧.૨૦ અબજ (૧૨૦ કરોડ) રૂપિયા વિવિધ બેન્કોમાં જમા કરાવેલા છે, જયારે આ ટ્રસ્ટ પાસે કુલ ૩,૬૬૭ રોપાનીસ (૧૮૬ હેકટર) જમીન પણ છે. સુપ્રીમ કોર્ટે ૨૦૦૯ની ૨૪મી ડિસેમ્બરે આ મંદિરના સત્તાધીશોને તિજોરીઓ ન ખોલવાનો આદેશ આપ્યો હોવાથી મંદિરની અસ્કયામતો વિશેના અહેવાલમાં આ ખજાનાના ખરેખરા મૂલ્યનો સમાવેશ નથી કરાયો.

પાંચમી સદીમાં બનેલું પશુપતિનાથ મંદિર કઠમંડુનું સૌથી જૂનું મંદિર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા તેમના પ્રધાનમંડળના કેટલાક સાથીઓએ નેપાળના પ્રવાસ દરમિયાન આ મંદિરની મુલાકાત લીધી હતી.

ટ્રસ્ટ પાસે જેટલી રજિસ્ટર્ડ જમીન છે એમાંથી ૧,૧૬૧ રોપાનીસ (૫૯ હેકટર) જમીન ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ તથા ગોલ્ફ કોર્સ માટે ૯૯ વર્ષના પટ્ટે (વાર્ષિક ૫૦ લાખ રૂપિયાના ભાડા પર) આપવામાં આવી છે. એ જ પ્રમાણે, ટ્રસ્ટ દ્વારા ૧૭ રોપાનીસ જમીન બૌદ્ઘા ખાતેની ફાઇવ-સ્ટાર હોટેલ હયાત રિજન્સીને લીઝ પર આપવામાં આવી છે.

(10:34 am IST)