Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

અમે બીજેપીને કહી દીધુ છે કે લોકસભાનું ડેપ્યુટી સ્પીકર પદ અમારો હકક છેઃ શિવસેના

         શિવસેના પ્રવકતા સંજય રાઉતએ એક અંગ્રેજી અખબારને કહ્યું છે કે ઉદ્વવ ઠાકરેએ બીજેપી અને કેન્દ્ર સરકારને કહી દીધુ છે કે એનડીએનુ બીજુ સૌથી મોટું સહયોગી હોવાના નાતે લોકસભાનુ ડેપ્યુટી સ્પીકર પદ પર શિવસેનાનો હકક છે.  એમણે કહ્યું અમને આશા છે કે અમારી અપીલ

 સકારાત્‍મક રીતે લેવામાં આવે.

(12:00 am IST)
  • કેરળમાં નૈઋત્ય ચોમાસાના આગમનનું કાઉન્ટ ડાઉનઃ રાજયમાં ઠેરઠેર વરસાદ શરૂ : નૈઋત્ય ચોમાસુ આવતીકાલે કેરળમાં પ્રવેશ કરશેઃ દેશભરના લોકો તેના આગમનની રાહ જોઇ રહ્યા છે. ચોમાસાનું આગમન થાય એ પૂર્વે રાજયમાં અનેક સ્થળે વરસાદ વરસવો શરૂ થયો છેઃ થિરૂવનંતપુરમમાં ગઇ રાતથી વરસાદ પડી રહ્યો છેઃ ચોમાસાનું આગમન ૧ સપ્તાહ મોડુ થઇ રહ્યું છે. access_time 3:48 pm IST

  • એમપીના ચીફ જસ્ટિસ તરીકે રવિશંકર જહાની નિમણૂક:મધ્યપ્રદેશના એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે કેન્દ્ર સરકારે જસ્ટિસ રવિશંકર જહાની વરણી કરી છે. access_time 12:42 am IST

  • ૨૪ કલાકમાં કેરળમાં ચોમાસુ પગલા માંડશે : ૨૦ જુન પછી ગુજરાતમાં ચોમાસુ બેસશેઃ ગુજરાતના હવામાનમાં પણ પલ્ટો આવ્યોઃ મુંબઇ-સુરતનું વાતાવરણ બદલાતુ જાય છેઃ સુરતના તમામ તાલુકામાં વાદળા ઘેરાયા છે : ડાંગ - આહવા - સાપુતારા - વધઇ - નવસારી - વલસાડ પંથકમાં પણ વાદળાઓ જમાવટ કરતા જાય છે access_time 1:07 pm IST