Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

કેરળમાં ઝડપી ફેલાતો નિપાહ વાયરસ : પાડોશી રાજ્ય કર્ણાટકના આઠ જિલ્લામાં એલર્ટ

નવી દિલ્હી :કેરળમાં 23 વર્ષીય કોલેજીયન યુવાન નિપાહ વાયરસની ઝપટમાં આવ્યા બાદ કર્ણાટક રાજ્યે પાડોશી રાજ્યથી જોડાયેલ સીમાના જિલ્લા સહીત આઠ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું છે ,નિપાહ વાયરસની લપેટમાં આવેલ છાત્રની તબિયત સ્થિર છે જયારે સંક્રમિક વ્યક્તિના સંપર્કમાં આવનારા 314 લોકોને ઓબ્ઝર્વેશન હેઠળ છે
   કર્ણાટક સરકારના આરોગ્ય વિભાગે સર્કયુલર બહાર પાડીને ચામરાજનગર ,મૈસુર,કોડાગુ,દક્ષિણ કન્નડ,ઉત્તર કન્નડ,ઉડ્ડીપી,શિવમળોગા,અને ચિકમંગલુર જિલ્લાન વહીવટી તંત્રની બેઠક બોલવવા કહ્યું છે તેમાં પશુ ચિકિત્સા વિભાગ,ભારતીય ચિકિત્સા સંઘ અને ભારતીય બાલ ચિકિત્સા અકાદમી સામેલ છે

(11:19 am IST)