Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

રાજ્ય સરકારોની જામીનગીરી હવેથી બજારભાવે નક્કી કરાશે : રિઝર્વ બેન્ક

રિઝર્વ બેન્કના આ પગલાંથી બેન્કો પરના નાણાકીય બોજામાં વધારો થઈ શકે

મુબઇઃ રાજ્ય સરકારોની જામીનગીરી હવેથી બજારભાવે નક્કી કરાશે તેવી રિઝર્વ બેન્કે જાહેરાત કરી હતી  અગાઉ જે એકસમાન ભાવ નક્કી કરવામાં આવતો હતો તે રીતે નક્કી નહીં થાય. રિઝર્વ બેન્કના પગલાંથી બેન્કો પરના નાણાકીય બોજામાં વધારો થઈ શકે છે.

  રિઝર્વ બેન્કના પગલાંના લીધે બેન્કો અને અન્ય નાણા સંસ્થાઓ કે રોકાણકારોને રાજ્યો વચ્ચે પર્ફોર્મન્સ મુજબ તફાવત પાડવાની ખબર પડશે, જેના લીધે રાજ્યો વચ્ચે વધારે સ્પર્ધા જોવા મળશે. રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે દરેક રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવતી સિક્યોરિટીઝનું મૂલ્ય ઓબ્ઝર્વર્ડ પ્રાઇસે નક્કી થશે. તેના અંગેની વિગતો 20 જુન સુધીમાં જારી કરવામાં આવશે.

  હાલમાં રાજ્ય સરકારોની સિક્યોરિટીઝનું મૂલ્ય બેન્કો યીલ્ડ ટુ મેચ્યોરિટી મેથડ દ્વારા નક્કી કરે છે. તેમા કેન્દ્ર સરકારનો સિક્યોરિટીઝ માટેનો યુનિફોર્મ માપદંડ ઉપયોગમાં લેવાય છે. કેન્દ્ર સરકારની જામીનગીરીના દર કરતાં તેનો દર 25 બેસિસ પોઇન્ટ વધારે હોય છે.

  નજીકના ભવિષ્યમાં તેની બેન્કોની બેલેન્સ શીટ પર વિપરીત અસર પડી શકે છે. તેનું કારણ છે કે યીલ્ડમાં વધારો થવાના લીધે સ્ટેટ ડેવલપમેન્ટ લોન્સ (એસડીએલ) બદલાશે. અત્યાર સુધી સારી રીતે સંચાલિત અને ખરાબ રીતે સંચાલિત રાજ્યો વચ્ચે તફાવત પાડવા માટે કોઈ માપદંડ હતો, હવે નવા નિયમો આવતા સ્થિતિ બદલાશે, તેમ આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝ પ્રાઇમરી ડીલરશિપના મુખ્ય અર્થશાસ્ત્રી . પ્રસન્નાએ જણાવ્યું હતું.

(10:21 pm IST)