Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ સંઘના સંસ્થાપક ડો,કેશવ હેગડેવાર ભવનની લીધી મુલાકાત

ડો.હેગડેવારને પુષાંજલી અર્પણ કરી સંઘની પ્રથમ બેઠક યોજાઇહતી તે રૂમમાં પહોંચ્યા : વિઝીટર બુકમાં વખાણ કર્યા

નાગપુર :પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી નાગપુરમાં આવેલ સંઘના સંસ્થાપક ડો.કેશવ હેડગેવાર ભવનની મુલાકાતે પહોંચ્યા હતા  આ સ્થળ ડો.હેડગેવારનું જન્મ સ્થાન છે. અહીં સંઘ પ્રમુખ મોહન ભાગવતે પ્રણવ મુખર્જીનું સ્વાગત કર્યું. અહીં તેમણે ડો.હેડગેવારને પુષ્પાંજલી અર્પણ કરી હતી. તેમની સાથે મોહન ભાગવત પણ હાજર હતા. જે બાદ પ્રણવ દાએ હેડગેવાર ભવનની મુલાકાત લઇને તેને નિહાળ્યુંહતું 

 પ્રણવ દા  તે રૂમમાં ગયા કે જ્યાં આરએસએસની પ્રથમ બેઠક મળી હતી. આ દરમિયાન મોહન ભાગવત ગાઇડની ભૂમિકામાં નજરે પડ્યા. તેઓ પ્રણવ દાને  વિસ્તારપૂર્વક સમગ્ર માહિતી આપી રહ્યા હતા. જે બાદ તેમણે હેડગેવારના નિવાસસ્થાને રાખવામાં આવેલી વિઝીટર બૂકમાં ડો.હેડગેવારના વખાણ કર્યા હતા

પ્રણવ દાએ ડો.કેશવ હેડગેવારને ભારત માતાના મહાન સપૂત ગણાવ્યા. સંઘની શરૂઆત વર્ષ 1925માં વિજયા દશમીના દિવસે ડોક્ટર કેશવ બલિરામ હેડગેવારના નિવાસેથી થઇ હતી. અહીં જ સંઘની પહેલી બેઠક મળી હતી.

(8:02 pm IST)