Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

ભારે વરસાદની સાથે સાથે....

કોલાબા અને શાંતાક્રુઝમાં વધુ વરસાદ થયો

        મુંબઈ,તા. ૭ : દક્ષિણ પશ્ચિમ મોનસુને હવે દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈમાં પણ એન્ટ્રી કરી લીધી છે. આ પહેલા હવામાન વિભાગ તરફથી ૯મીથી લઇને ૧૧મી જૂન વચ્ચે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી હતી. આ ચેતવણી જારી કરવામાં આવ્યા બાદ બીએમસી દ્વારા તમામ પગલા લેવામાં આવ્યા હતા. કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ પગલા લેવામાં આવ્યા છે. બીજી બાજુ આજે દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. મુંબઈમાં ભારે વરસાદની સાથે સાથે નીચે મુજબ છે.

*    મુંબઈના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું

*    મુલુંદ, ઘાટકોપર, કુર્લા, દાદર, પારેલ, વર્લી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદથી પાણી ભરાયા

*    હિન્દમાતા વિસ્તારમાં પણ પાણી ભરાતા લોકો અટવાઈ પડ્યા

*    મુંબઈમાં વહેલીતકે મોનસુનની એન્ટ્રી થઇ હોવાના અહેવાલને સમર્થન

*    હવામાન વિભાગ તરફથી વહેલીતકે મોનસુનની એન્ટ્રી થઇ હોવાના અહેવાલને સમર્થન

*    દક્ષિણ મુંબઈ અને ઉપનગરીય વિસ્તારોમાં ભારે વરસાદ છતાં વેસ્ટર્ન રેલવેની ઉપનગરીય સેવા સામાન્ય રહી

*    સેન્ટ્રલ લાઈન ઉપર લોકલ ટ્રેન સેવા ૨૫ મિનિટ સુધી લેટ થઇ

*    વેસ્ટર્ન લાઈન ઉપર લોકલ ટ્રેન સેવા ૩૦ મિનિટ લેટ થઇ

*    ભારે વરસાદના પરિણામ સ્વરુપે જુદી જુદી એરલાઈન્સની ફ્લાઇટો ડાયવર્ટ કરવાની ફરજ પડી

*    જેટ એરવેઝની લંડન-મુંબઈ ફ્લાઇટ ભારે વરસાદના કારણે અમદાવાદ ડાયવર્ટ કરાઈ

*    કોલાબામાં એક અને શાંતાક્રૂઝમાં પણ એક ઇંચથી વધુ વરસાદ

*    બેલાપુર સીએસએમટી ટ્રેનને તિલકનગર સ્ટેશન સિગ્નલ પર રોકવામાં આવી

*    ભારે વરસાદની ચેતવણીના લીધે અધિકારીઓની શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજા રદ કરાઈ

*    આગામી ૭૨ કલાક દરમિયાન મુંબઈ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની ચેતવણી જારી

*    કામ ન હોય તો ઘરથી બહાર ન નિકળવા બીએમસી દ્વારા સૂચના અપાઈ

*    ભારે વરસાદના લીધે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ

(7:32 pm IST)