Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

ભારે વરસાદની ચેતવણી વચ્ચે કર્મીઓને રજા નહીં

લોકલ ટ્રેન સેવાને પ્રતિકુળ અસર થઇ

        મુંબઈ,તા. ૭ : મુંબઈમાં અતિભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ તરફથી જારી કરવામાં આવી છે જેના પરિણામ સ્વરુપે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ તમામ તૈયારીઓ કરવામાં આવી છે. બીએમસીએ તંત્રને સાવધાન કરીને અધિકારીઓને સજ્જ રહેવા કહેવામાં આવ્યું છે. નવમીથી ૧૦મી જૂનના દિવસે તમામ ડીએમસી, વોર્ડ ઓફિસો, વિભાગના વડાને ફરજિયાતરીતે ઓફિસમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. કોઇપણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયારી પણ કરવામાં આવી છે. નેવી અને ફાયર બ્રિગેડની ટુકડીને પણ તૈયારી રાખવા માટે કહેવામાં આવ્યું છે. તમામ ઓફિસો ૨૪ કલાક ખુલ્લી રાખવા માટે કહેવામાં આવ્યું છે. વરસાદના કારણે જે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ત્યાં પણ તંત્ર સંપૂર્ણપણે સાવધાન છે. કોઇપણ દુર્ઘટના ન ઘટે તે માટે પગલા લેવામાં આવી રહ્યા છે. હવામાનના સંદર્ભમાં માહિતી આપનાર ખાનગી હવામાન વિભાગ સ્કાયમેટે કહ્યું છે કે, ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. મુંબઈમાં બીએમસી હવે સંપૂર્ણ છે. મુંબઈમાં દર વર્ષે મોનસુનમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે.

(7:31 pm IST)