Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

ભારે વરસાદથી મુંબઈ ફરીવાર જળબંબાકાર : સર્વિસ ખોરવાઈ

ઘાટકોપર, કુર્લા, દાદર, વરલી, પારેલમાં પાણી ભરાયા : ભારે વરસાદના પરિણામસ્વરુપે જુદી જુદી એરલાઈન્સોની ફ્લાઇટોને ડાયવર્ટ કરવાની ફરજ પડી : લોકો પરેશાન : મુંબઈમાં મોનસુનની વહેલીતકે એન્ટ્રી

મુંબઈ,તા. ૭ : દક્ષિણ પશ્ચિમ મોનસુને હવે દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈમાં પણ એન્ટ્રી કરી લીધી છે. આ પહેલા હવામાન વિભાગ તરફથી ૯મીથી લઇને ૧૧મી જૂન વચ્ચે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી હતી. આ ચેતવણી જારી કરવામાં આવ્યા બાદ બીએમસી દ્વારા તમામ પગલા લેવામાં આવ્યા હતા. કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ પગલા લેવામાં આવ્યા છે. બીજી બાજુ આજે દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. મુલુંદ, ઘાટકોપર, કુર્લા, દાદર અને પારેલમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. ચારેબાજુ પાણી ભરાઈ ગયા હતા. શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકો અટવાઈ પડ્યા હતા. ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઈ હતી. ભારે વરસાદના પરિણામ સ્વરુપે જુદી જુદી એરલાઈન્સોની ફ્લાઇટો અન્ય એરપોર્ટ ઉપર ડાયવર્ટ કરવામાં આવી હતી. ઓછામાં ઓછી નવ ફ્લાઇટોને અન્ય એરપોર્ટ ઉપર ડાયવર્ટ કરવામાં આવી ચુકી છે. ખરાબ હવામાન અને ભારે વરસાદના કારણે વિમાની સેવા ખોરવાઈ ગઈ હતી. બીજી બાજુ મુંબઈની લાઇફલાઈન સમાન ગણાતી મુંબઈની લોકલ ટ્રેન સેવાને પણ માઠી અસર થઇ હતી. સેન્ટ્રલ લાઈન ઉપર લોકલ ટ્રેનો ૧૫થી ૨૦ મિનિટ મોડે દોડી રહી છે જ્યારે વેસ્ટર્ન લાઈન ઉપર ૨૫થી ૩૦ મિનિટ મોડે ટ્રેનો દોડી રહી છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે જેટ એરવેઝની લંડન-મુંબઈ ફ્લાઇટને અમદાવાદ વિમાની મથકે ડાયવર્ટ કરવામાં આવી હતી. બીએમસી દ્વારા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજા રદ કરી દીધી છે. હવામાન વિભાગ તરફથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. શહેરના અનેક ભાગોમાં ભારે વરસાદ જારી રહ્યો છે. આઈએમડી દ્વારા નોંધવામાં આવેલા આંકડા મુજબ કોલાબામાં સવારે ૮.૩૦થી ૨.૩૦ વાગ્યા વચ્ચેના ગાળામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ગયો છે. શાંતાક્રૂઝમાં પણ એક ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ગયો છે. હાર્બર લાઈન ઉપર ટ્રેનો ૧૫ મિનિટ મોડેથી દોડી રહી છે. બેલાપુર-સીએસએમટી ટ્રેનને તિલકનગર સ્ટેશન પર રોકી દેવાની ફરજ પડી હતી. બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશને અધિકારીઓની રજા રદ કરી દીધી છે. આગામી ૨૪ કલાક દરમિયાન પણ મુંબઈમાં ભારે વરસાદ જારી રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. દક્ષિણ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ છતાં વેસ્ટર્ન રેલવેની ઉપનગરીય સેવા જારી રહી છે. આઈએમડી મુંબઈ તરફથી જાણકાર લોકોનું કહેવું છે કે, મોનસુન ઝાપટા જારી રહ્યા છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં મોનસુની વરસાદી ઝાપટા જારી રહ્યા છે. આઈએમડી દ્વારા કેટલાક ક્રાઈટેરિયા પણ નક્કી કરવામાં આવી ચુક્યા છે. ભારે વરસાદના લીધે હજુ પણ તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. હવામાન વિભાગના કહેવા મુજબ મહારાષ્ટ્રમાં હજુ વરસાદ જારી રહી શકે છે. મુંબઈમાં ચારેબાજુ પાણી ભરાઈ ગયા હતા. આ પહેલા પણ મુંબઈમાં પ્રિ-મોનસુની વરસાદી ઝાપટા જારી રહ્યા હતા. સામાન્યરીતે મુંબઈમાં મોનસુનની શરૂઆત ૧૦મી જૂનની આસપાસ થાય છે. હવામાન વિભાગના કહેવા મુજબ પહેલાથી જ વધારે અને પહેલા વરસાદની આગાહી કરાઈ હતી. મુંબઈ સહિત ઉત્તર દરિયાકાંઠાના મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ ૯મીતી ૧૨મી જૂન વચ્ચે પડી શકે છે. વરલી, ચેમ્બુર, ઘાટકોપર, કુર્લા, દાદર, પારેલ, મુલુંદમાં સૌથી વધારે પાણી ભરાયા છે. બીએમસી દ્વારા ઓટોમેટિક વેધર સ્ટેશન કુર્લામાં શરૂઆત કરવામાં આવ્યા બાદ અહીં વરસાદની નોંધણી થઇ રહી છે. પાણી ભરાઈ જવાના કારણે અનેક જગ્યાએ જામની સ્થિતિ પણ જોવા મળી રહી છે. વરલી સી ફેસ ખાતે ભારે વરસાદ થઇ રહ્યો છે. ખાર, વરલી ખાતે પણ ભારે વરસાદ થઇ રહ્યો છે.

(7:31 pm IST)
  • મોડીરાત્રે પૂર્વ કાશ્મીરમાં 5,1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ access_time 1:10 am IST

  • આગ્રા હાઇવે ઉપર ટ્રક અને મીની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત : ૧૦ના મોતઃ ૧૨ને ગંભીર ઇજા access_time 4:05 pm IST

  • પેટ્રોલ -ડીઝલના ભાવમાં વણથંભ્યો ઘટાડો ચાલુ ;કાલે ગુરુવારે પેટ્રોલ ડીઝલમાં સતત નવમા દિવસે ભાવ ઘટશે:બુધવારે પેટ્રોલ -ડીઝલમાં લીટરે 8થી 10 પૈસાનો વધુ ઘટાડો થવાની શકયતા :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 76,91 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 73,86 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા આઠ દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 1:21 am IST