Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

છ વર્ષની બાળકીને ઘોડાનું ઇંજેકશન આપી દુષ્કર્મ કર્યા બાદ ગળુ કાપી ક્રુર હત્યા

હરીયાણાના યમુના નગરનો હાહાકાર મચાવતો બનાવ

નવી દિલ્હી તા.૭: હરીયાણાના યમુનાનગરમાં ભુતપુર્વ પ્રધાન નિર્મલસિંહના  વિસ્તાર બેલગઢ ખાતે આવેલ ઘોડાના ફાર્મમાં ૬ વર્ષની બાળકી પર બળાત્કાર કરીને હત્યા કરવાના આરોપીને પોલીસે બુધવારે ઝડપી લીધો હતો. ૪૦ વર્ષનો દેવી રાજસ્થાનના જેસલમેરનો રહેવાસી છે. તે અહિંયા ભુતપૂર્વ પ્રધાનના ઘોડાના ફાર્મ પર વેટરનરી સર્જન સાથે ૧૧ વર્ષથી કામ કરતો હતો.

પોલીસ પુછપરછમાં આરોપીએ સનસનખેજ ખુલાસો કર્યો છે કે, તે બાળકીના પિતા પાસે આવતો જતો હતો. શનિવારે બાળકીનો પિતા નદીમાં માછલી પકડવા ગયો ત્યારે તેની પાસે લઇ જવાના બહાને બાળકીને એકાંત જગ્યાએ લઇ ગયો.

ત્યાં તેણે ઘોડાને ઘેનમાં રાખવા માટે વપરાતું ઇંજેકશન બાળકીને માર્યુ, જેનાથી તે બેહોશ થઇ ગઇ. પછી તેણે ૮ કલાક દરમ્યાન તેની સાથે ત્રણવાર બળાત્કાર કર્યો. દરમ્યાન બાળકી હોશમાં આવવા લાગી તે જોઇને શાકભાજી કાપવાના ચાકુથી તેનુ ગળુ કાપી નાખ્યું.જાણકારી પ્રમાણે ૨ જુનના રોજ બાળકીનો પિતા નદીમાં માછલી પકડવા ગયો હતો. અને બાળકી રોતા રોતા તેની પાછળ ચાલવા લાગી હતી. રસ્તામાંથી તે ગુમ થઇ ગયેલ.એસ.પી. રાજેશ કાલીયાએ કહયું કે ઘટના સ્થળેથી મળી આવેલ સીરીંજ મહત્વની સાબિતી બની હતી. તેના આધારે એક પછી એક કડીઓ મળતી ગઇ.ઘટના સામે આવ્યા પછી પૂર્વપ્રધાન નિર્મલસિંહે કહયું કે,ક મને બહુ ઉંડો આઘાત લાગ્યો છે. બાળકીના મોતથી મને એવું લાગે છેકે મારા કોઇ કોૈટુંબીક સભ્ય અમારા વચ્ચેથી ચાલ્યો ગયો. એ બાળકી અમારા કુટુંબના સભ્ય જેવી જ હતી. મેં મારી આંખો સામે તેને હસતી રમતી અને મોટી થતી જોઇ હતી.

(4:16 pm IST)