Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

સરકારે પ્રસ્તાવ તૈયાર કર્યો

ઈમરજન્સીમાં દવા પૂરી પાડવા 'મેડિસીન બેન્ક' બનાવશે

નવી દિલ્હી તા. ૭ : દેશ-વિદેશમાં રહેતાં જરૂરિયાતમંદોને ઈમરજન્સીની સ્થિતિમાં મદદ માટે સરકાર મેડિસિન બેન્ક બનાવવા જઈ રહી છે. સરકારે આ માટે તાજેતરમાં જ એક પ્રસ્તાવ તૈયાર કરી લીધો છે. આ પ્રસ્તાવ હેઠળ દવા કંપનીઓને છેલ્લા ત્રણ વર્ષમાં થયેલા સરેરાશ લાભમાંથી એક ટકા રકમથી 'મેડિસીન બેન્ક' બનાવવી પડશે. શરૂઆતમાં દવા કંપનીઓનું યોગદાન સ્વૈચ્છિક હશે પરંતુ ત્યારબાદ તેને અનિવાર્ય કરવામાં આવશે. સરકાર આ માટે ટૂંક સમયમાં જ ડ્રગ્સ કાયદામાં ફેરફાર કરશે.આમ આવનારા દિવસોમાં ઈમરજન્સીની સ્થિતિમાં લોકોને દવા મેળવવા માટે દોડધામ નહીં કરવી પડે.

(4:15 pm IST)